________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
મહેમના એકાએક દેવલોક પામ્યાના સમાચાર સાંભળી અમારા જીવને ઘણું દીલગીરી થયા કરે છે. ને કાળગમનના માટે આપણે કાંઈ ઉપાય ચાલતો નથી. મહાન પુરૂષની ભેટ કઈ રીતે પુરાય તેમ નથી. ગુરૂ આચાર્ય મહારાજ બુદ્ધિસાગરજી કાલ કરવાથી ઘણીજ દીલગીરી થઈ છે. અને સંઘે પાખી વગેરે બંદેબસ્ત સારો કર્યો હતો.
દેવવાંદવા વિગેરેની વીધિ પણ સાગરના ઉપાશ્રયે સારી રીતે થયે હતે. નેમવિજય મહારાજ હજુ ચાણમે છે. અહીં આવ્યા નથી પણ અઠવાડિઆ પછી આવવાનું સંભળાય છે.
મુંબાઈ. વિશ્વનું રત્ન કુદરતે હરી લીધું જાણી અમે ઘણા જ દીલગીર થયા છીએ ને તેને બદલ શું લખવું તેની સમજ પડતી નથી.
બધેકા.
ગુજરાત પુરાતવ્ય મંદિર, ગઈ કાલે મહારાજશ્રીના કાલધર્મના સમાચાર વાંચ્યા અને સાંભળ્યા. અત્યંત દીલગીરી થઈ. જૈનસમાજને એક સ્તંભ ગયે હવે આપણે તેમના ગુણનું અનુકરણ કરવું રહ્યું અને તેમના આત્માની શાન્ત ઈચ્છવી.
લી. આપને બાલશંભુજી.
For Private And Personal Use Only