________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ આગામી ફાગુન શુકલ દ્રતીયાના રોજ તેમાં જયપુરથી મોટા ખર્ચે મંગાવરાવેલી આરસની સુંદર ભવ્ય ગુરૂમુર્તિની પ્રતિષ્ઠા ભારે મહોત્સવ પૂર્વક કરવાની તૈયારી ચાલી રહી છે.
પાદુકાની સ્થાપના--મહેસાણામાં સદ્દગત્ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા અશાડ શુદ ૩ બુધવારે સવારના ૮ વાગતે શેઠ ભાંખરીયાના સુપુત્રના હાથે થઈ હતી. આ પ્રસંગે પાટણ, અમદાવાદ, પાલણપુર, ઉંઝા, પાદરા, વડોદરા સાણંદ, પેથાપુર, માણસા વગેરે શહેરો અને આસપાસના ગામડાંમાંથી મોટી સંખ્યામાં મેદની આવી મળી હતી.બપોરના શાંતિસ્નાત્ર ભણાવ્યું. અને સાંજના ભાંખરીયા નગીનદાસ રાયચંદ તરફથી કારશી થઈ હતી.
આ પ્રસંગે પં. શ્રી મહેન્દ્રસાગરજીના સદ્દઉપદેશથી મેસાણમાં શ્રીમદ બુદ્ધિસાગરજી જૈન યુવક મંડળ તથા બાળમિત્ર મંડળની સ્થાપના થઇ હતી.
પાદુકાની પ્રતિષ્ઠાને અંગે અઠાઈ મહેત્સવ થયેલે તેમાં જેઠ વદ ૦)) થી ગુરૂશ્રીના ફોટા સાથે દબદબા ભર્યા સરઘસ ફરેલાં. અશાહ શુદ ૧ ના રોજ રથયાત્રાને વરઘોડે ચઢતાં તેમાં આગળ આચાર્યશ્રીન ચિત્રપટ સદગૃહસ્થ સ્વયંસેવકે ઉંચકીને ચાલતા હતા, વરઘોડે શ્રીમદ્ રવિસાગરજી મહારાજની દેરીયે ગયો હતે. બીજને દિવસે નવગ્રહ પૂજન હતું, હમેશાં વિવિધ પૂજાએ ભણાવ વામાં આવતી હતી.
પાદુકા મહત્સવ–અમદાવાદમાં શ્રી સંભવનાથજીના મંદિરે ર૭ દિવસને મહોત્સવ શરૂ થયો હતે. અશાડ શુ. ૧૨ સદગત આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિના પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બીજે અઠ્ઠાઈ મહેત્સવ મમના પુણ્યાર્થે જગવલલભપાશ્વનાથજીના દેરાસરે પણ થયે હતે.
શિવાય અન્ય સ્થળોના સમાચાર આવેજ જાય છે.
For Private And Personal Use Only