________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રં જમાં દીલગીરી ફેલાઈ હતી અને આત્માનદ સભા વગેરે તરફથી દીલસેના તાર તથા પત્ર લખવામાં આવ્યા હતા.
લીચ–આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી કાળધર્મ પામ્યાના ખબર મળતાં પાખી પાળવામાં આવી હતી.
અમદાવાદ–આચાર્યશ્રી બુધિસાગરસૂરીશ્વરજીના સ્વર્ગગમનના ખબર તારથી મળતાં શેઠ જગાભાઈ દલપતભાઈ, ભગત વીરચંદભાઈ વગેરે બસે માણસનું સરઘસ તેમની મશાનયાત્રામાં ભાગ લેવા ઉપડી ગયું હતું. ચંદન તથા પાલખીને સામાન અત્રેથી લઈ ગયા હતા. અને સદગના માનમાં અત્રેના બજારે બંધ રાખવામાં આવ્યાં હતાં.
સંબઈ–આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગવાસના ખબર ફરી વળતાં ગુરૂવારે માંગરોળ જૈન કન્યાશાળા,બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, કોન્ફરન્સ ઓફિસ, જૈન ગુરૂકુળ એકીસ, એજ્યુકેશનલ બાર્ડ જેન એસોસીએશન ઓફ ઈન્ડીઆ વગેરે સંસ્થાએ તેમજ ખાંડ બજાર, સુતર બજાર, તાંબા પીતળ બજાર, ઝવેરી બજાર, મારવાડી બજાર, ધર્માદા કાંટે, ચોકશી બજાર તથા કેટનાં કેટલાંક બજારો બંધ રાખી પાખી પાળવામાં આવી હતી.
પાલીતાણ–આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના દેવક પામ્યાના સમાચાર મળતાં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકલવિદ્યાલય બંધ રાખવામાં આવ્યું હતું તથા જૈન સમાજમાં પડેલી અસાધારણ ખેટ માટે દીલગીરીને તાર તેમના શિષ્ય આચાર્યશ્રી અજીતસાગરજીને કરવામાં આવ્યા હતા તથા તેમના અવસાનની દીલગીરિ પ્રદર્શિત કરવા ગુરૂકુલમાં મીટીંગ ભરવામાં આવી હતી.
સાણંદ-સાગરગચ્છાધિપતિ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના દેહોત્સર્ગની ખબર સંધમાં મળતાં જેઠ વદિ ૪ના રોજ લુહાર, કણબી, ૫ટેલ, ગરાશી આ વિગેરે બધી કેમમાં પાખી પાળ વામાં આવી હતી તેમજ ગાયને ઘાસ નિરવામાં આવેલ હતું અને
For Private And Personal Use Only