________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીને ચરણે.
શ્રીમદ્ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સાશ્વરજીના સ્વર્ગવાથી આજે જૈન સમાજનુ ધાર્મિક અંગ અપગ થયું છે. તેઓશ્રીના જીવનની યથા સમાલેચના તા જેણે જ્ઞાન ગંગાને ઘુઉંટડે ઘૂંટડે પીધી હાય તેજ કરી શકે, છતાં પણ જ્ઞાન ગંગાને કાંઠે બેસી ચંચુ. પાત કરનાર તેમના પવિત્ર જીવનનું આછું. પણ ચિત્ર દેરવા પ્રયત્ન કરે તે તે અસ્થાને નહિ ગણાય.
હીરાએ પૃથ્વીના અભેદ્ય પડામાં ગુપ્ત રીતે પાકે છે. મહાપુરૂષાની ખાલલીલાનાં ચિત્રાની કથની પણ કંઇક એવાજ પ્રકારની હાય છે. જગતના મહાન ધમ નેતાઓ, ચાઢાએ, કવિએ, તત્વજ્ઞાનીએની જીવન કથા ઘણે ભાગે ઝુપડીથીજ શરૂ થાય છે. આચાય શ્રી બુદ્ધિસાગરનું માલ્યજીવન પણ વિશ્વપુરની એક ગરીબ ઝુપડીમાં વીત્યું હતું. તેમના પિતાશ્રી કે જેમનું નામ શિવદાસ હતું તે તે એક સાધારણ ખેડુત હતા. વસુદેવ અને નંદ જેવાઓ પણ માયાની ભુલવણીમાં ગુંચવાઇ જઇ શ્રી કૃષ્ણુચંદ્રના ચરિત્રને ન સમજી શકયા તે આ મહાત્માશ્રીના અભણુ પિતા પેાતાના માલપુત્રમાં ગુપ્તપણે રહેલી જ્ઞાનપિપાસાને ન કળી શકે એ સ્વાભાવિકજ છે. તેમનેા અભ્યાસ માત્ર ગુજરાતી છઠ્ઠા ધેારણ સુધીનાજ હતા. પરંતુ જેને સ્વયંભૂ સૂક્ષ્મજ્ઞાનને સાક્ષાત્કાર થયા છે તેમનાં જીવનનાં ઉંડાણુ સ્થુળ અભ્યાસના માપથી શી રીતે મપાય ? આ વાતની સાક્ષી જેમના સ્થળ દેહ બંગાળામાં હતા પણ જેને સૂક્ષ્મદેહ સર્વવ્યાપી હતા એવા પરમહંસ શ્રી રામકૃષ્ણનું પવિત્ર જીવન સારી રીતે પૂરે છે. ગામઠી નિશાળમાં અભ્યાસ છૂતાં મહાન્ ધુરંધર પંડિતાની તીવ્ર બુદ્ધિથી પણ અગમ્ય એવા સ્વયંભુ આત્મજ્ઞાનની રસ ગંગામાં તેઓશ્રી નિર'તર રસખાળ રહેતા. આચાય શ્રી બુદ્ધિસાગરજીનું સમસ્ત જીવનવૃત્તાંત એજ વાર્તાનુ સાક્ષીભૂત છે.
બાલ્યાવસ્થાના વહેવા સાથે જ્ઞાનપિપાસા પણ વધતી ચાલી.
For Private And Personal Use Only