________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્વર્ગવાસની દીલગરીની મુંબઈની જન પ્રજાની
જાહેર સભા.
ગત્ જેઠ વદી ૮ ને તા. ૧૪-૬-૨૫ ને રવીવારના રેજે સવારના (મું ટા) ૮ વાગે ભાયખલા ખાતેના શેઠ મોતીશાના આદીશ્વર દાદાના દેરાશરજીના ઉપાશ્રયમાં પન્યાસજી મહારાજ લલીતવીજયજીના પ્રમુખપણું નીચે ઉપલી સભા મળી હતી. હાલ શ્રોતાઓથી ચીકાર ભરાઈ ગયા હતે. શ્રીમદ્ બુદ્ધસાગર સુરીશ્વ૨જીના બે ટાઓ બે બાજુ ટેબલ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. આ વખતે હાજર રહેનારાઓમાં નીચલા ગૃહસ્થ મુખ્ય હતા – શેઠ જીવણચંદ રતનચંદ ખીમચંદ, શેઠ દેવકરણ મુળજી, શેઠ મેહનલાલ હેમચંદ, શેડ મણીલાલ મોતીલાલ મુળજી, શેઠ મેતી. ચંદ ગી. કાપડિયા, શેઠ હીરાલાલ બકેરદાસ. શેઠ ઓતમચંદ હીરજીની પેઢી તરફથી શેઠ લાધાભાઈ કરશનજી, તથા શેઠ કલ્યા સુચંદ ખુશાલચંદ, કેટના ચાહવાળા શેઠ અમથાલાલ નગીનદાસ, શેઠ લખમાજી કેશાજી, શેઠ પરતાપજી વીગેરે.
શરૂમાં પન્યાસજી મહારાજ લલીત વીજયજીએ મંગળાચરણ કર્યા બાદ તેમણે સ્વ.જૈનાચાર્યને માટે બોલતાં જણાવ્યું કે તેઓ એક ઉંચ કેટીના સાધુ પુરૂષ હતા. તેમણે મુંબઈમાં ચોમાસું કર્યું હતું તે વખતે તેમણે અનેક શાસનેપાગી કાર્યો કર્યાં હતાં. તેમણે આચાર્ય શ્રી આત્મારામજીની પેઠે ઘણું પુસ્તકો રચ્યાં છે. તેમણે બનાવેલ ભજને ઘણાં લોકપ્રીય થયાં છે. તેમને ને મહારે સમાગમ પ્રથમ શેઠ મોતીલાલ મુળજીના સંઘમાં પાલીતાણે થયું હતું. બાદ પેથાપુર ને મેસાણામાં થયે હતે. મેસાણામાં ત્યાંના સુબા ગવદભાઈ હાથીભાઇની સાથે શ્રીમદ્ ચર્ચા કરતા હતા ત્યારે તેમની અદ્દભુત શકતીનું મને ભાન થયું. તેઓ જઈનેતર વિદ્વાનને જૈન ધર્મના ઉંડા રહસ્યનું જ્ઞાન ઘણી જ સાદી ભાષામાં પણ સચોટ
For Private And Personal Use Only