________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
સયાજી વિજય ૧૧-૬-૨૫ જૈનાચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને સ્વર્ગવાસ.
ગનીષ્ટ શાસવિશારદ જેન આચાર્ય શ્રી બુદ્ધિસાગરનું સ્વર્ગગમન વિજાપુરમાં જ્યેષ્ઠ વદી ૩ મંગળવાર તા. ૯મીએ પ્રાતઃકાળે સવારે થયું છે. મરહુમ એક અત્યંત વિદ્વાન, જઈને ધર્મગુરૂ હોવા છતાં તેઓએ વૈદીક અને બુધ્ધ સંપ્રદાન તેમજ ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મને સારે અભ્યાસ કરેલો હોવાથી તથા તેમને ઉપદેશ વિશાળ હોવાથી જઈન અને ઈતર હીંદુઓ ઉપરાંત ઘણા મુસલમાન, પારસી અને ખ્રીસ્તીઓ પણ તેમને શીષ ભાવથી માન આપતા હતા. શ્રીમદ્દ છેલ્લા બે માસથી મહુડી ગામે હતા. દરમ્યાન પાંચ છ દીવસ ઉપર તબીયત વધુ બગડવા માંડતાં વીજાપુરના સંઘે આગ્રહપુર્વક વિનંતી કરવાથી મહારાજશ્રીએ માગણ કબુલ રાખી સવારના છ વાગ્યા પહેલા લઈ જવાની સુચના કરી હતી. તે મુજબ તેઓશ્રીને લાવવામાં આવતાં સેંકડે સ્ત્રી-પુરૂષ અને બાળકો મહારાજશ્રીનાં દર્શન માટે ભેગાં થયાં હતાં.
મહારાજશ્રીને જન્મ સં. ૧૯૩૦ માં વીજાપુરમાં પાટીદાર જ્ઞાતિમાં થયેલ હતું. પ્રાથમિક અભ્યાસ પુરે કરી ૧૭ વર્ષની વયે તેઓશ્રીએ જૈન શાસ્ત્રને અભ્યાસ શરૂ કરી તીવ્ર બુદ્ધિ, મજબુત ગ્રહણશકિત અને સચેટ સમરણ શક્તિને લીધે ધર્મશાસ્ત્રો ઉપરાંત ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિ શાસ્ત્રોને અભ્યાસ કરી શાસ્ત્ર પારંગત થયા હતા. મહદ્ જ્ઞાન ઉપરાંત તેમની વચનસિદ્ધિને પણ ધણને અનુભવ થયા છે. મરહુમના માનાથે બે દીવસ હડતાલ પાળી હતી. અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળેએ તારથી ખબર આપવાથી ઘણુ ભકતજને બીજે જ દીવસ આવી પહોંચ્યા હતા. તે પછી મહારાજશ્રીના ગત્ દેહને અગ્ની સંસ્કાર વિધિ થયે હતે.
For Private And Personal Use Only