________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલ ઉપદેશ શ્રીમતે અંગ્રેજીમાં અનુવાદ કરાવી છપાવી રાખ્યો અને ફરી રાજમહેલમાં બોલાવી ધર્મચર્ચા કરી ત્યારે જ તેમને શાંતિ થઈ.
આ બધું છતાં તેઓ દેશકાળને ભુલ્યા નહતા. અમદાવાદ જેવા શહેરમાં જેમ બાળકોને ઉંચી કેળવણી લેવા માટે ઉભા રહેવાને આશરો નહોતે. તે જોઈ શેઠ લલ્લભાઈ રાયજીને ઉપદેશ કરતાં જૈન બોડીગની સ્થાપના થઈ. પાલીતાણામાં જૈન ગુરૂકુળના પાયા હચમચતા જોઈને શેઠ જીવણચંદ ધરમચંદ તથા શા. લલુભાઈ કરમચંદને બોલાવી જણાવ્યું કે “કેમના નિરાધાર બાળકોને આજે મુંજવણમાં જાણું મારું કાળજું કપાઈ જાય છે. તેને તમારા આધારની જરૂર છે. તેમને તમારા બાળક સમઅને કોટે વળગાડે તો જ મને શાંતિ થાય !” તુર્ત તેઓ પાલીતાણે આવ્યા અને આજે જૈન ગુરૂકુળ તેમના આશિર્વાદથી ૧૦૦ બાળકોના આશિર્વાદ લઈ જૈન સમાજની આબરૂ દીપાવી રહ્યું છે! એ સર્વ તેમની પ્રેરણાનાં ફળ છે.
આવી રીતે શાસન સેવાનાં બીજ તે અનેક સ્થળે વેરેલ અને ઉગી પણ નીકળેલાં. પરંતુ તેમાં ક્યાંય ન મળે દખલ કે ન મળે નામનાને આગ્રહ ! એજ તેમની અધ્યાત્મભાવના સૂચવે છે.
સં. ૧૯૬૪માં તેમના ઉપદેશથી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળને જન્મ થયે અને તે દ્વારા સેંકડે ગ્રંથો પ્રકાશને પામ્યા. તે પૈકી ૧૦૮ મણકા તે તેમના એકલાનાજ હતા. છતાં ન મળે પ્રેસની પંચાત કે ન મળે ભાવ–તાલનું ભાન ! આટલી તટસ્થતા આજે આત્મીક ત્યાગ વિના બીજે ક્યાં શોધી જડે? . સ્વદેશીના તેઓ પિષક હતા, શુધિધને પીછાણી તેમણે ખાદી જ વાપરવી શરૂ કરેલી અને તેમના કાવ્યમાં પણ “ સ્વદેશી વસ્તુ વાપરશે” તથા “ખાદીના સત્કારને નથી ભુલ્યા.
- મહીકાંઠામાં તેમને અંતિમ વિહાર હતા. દરમ્યાન અજ્ઞાન લેકે વહેમમાં ધર્મ ચુકતા જોઈ, વિજાપુર પાસે મહુડીમાં છનાલય
For Private And Personal Use Only