________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુદી જુદી સંસ્થાઓના પગે.
મુંબાઈ માંગરોળ જૈન સભા.
મુંબાઈ, શ્રી મુંબાઈ માંગરોળ જૈન સભાની મીટીંગ તા. ૧૯-૬-૨૫ ના રેજે મળી નીચે પ્રમાણે ઠરાવ કર્યો છે.
ઠરાવ,
આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના કાળ ધરમ પામ્યાના સમાચારથી આ સભાની મેનેજીંગ કમીટી ઘણી જ દીલગીર થાય છે.
દેવકરણ મુળજી.
પ્રમુખ
જૈન ઓફિસ.
ભાવનગર તા. ૧૧-૬-૨૫ તાર મળે. પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સ્વર્ગવાસની ખબર જાણ. જૈન સમાજ માટે એક સ્તંભ ટૂંકી પડ હોય તેમ દુખ થાય છે. પ્રાથુ છું કે સગને સ્વર્ગીય આત્મા પુણ્ય ભૂમિમાંથી પણ શાસન તરફ અમી દષ્ટિ વરસાવે. આ મહા પુરૂષની ખોટ કઈ રીતે પુરાય તેમ નથી. પરંતુ ભાવી પાસે આપણે નિરૂપાય છીએ તા. સદર
લી. શ્રી સંઘને સેવક દેવચંદ દામજીના જયજીનેન્દ્ર
જૈન ઓફીસ
ભાવનગર. ગઈ કાલે પરમ પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિજીના સ્વર્ગવાસની ખબર મળતાં આપણને એક રત્ન ગુમાવવા માટે ખેદ થાય છે. સદ્ગતને ઉચ્ચ આત્મા કૈવલ્યને વરે એમ પ્રાણું છું..
For Private And Personal Use Only