________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રાગ-દ્વેષ મહાદિ દ્વારા હારી જા નહી. માટે સાર્થકતા સફલતા કરવા માટે એ ઉદ્યમ–સાહસ–પરાક્રમ વિગેરે કર કે અન્યભવમાં આનંદથી જીવન પસાર થાય અને સાથે સાથે આત્મિક વિકાસ સધાય. આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર ભાગે. ઉદ્યમ એ કરે કે, પ્રથમ જીનેન્દ્ર પૂજા પૂર્વક તેમના ગુણને ગ્રહણ કરી તથા ગુણાનુરાગી બનવું અને સદ્દગુરૂની ઉપાસના કરી પ્રાપ્ત ગુણોમાં દઢતા રાખીને સ્થિરતા ધારણ કરવી. આ મુજબ જ્યારે સ્થિરતા થશે ત્યારે દરેક પ્રાણીઓ ઉપર મૈત્રીભાવના-પ્રમોદભાવના અને અનુકંપાને આવવાને અવકાશ મળશે એટલે વરી ઉપર વૈર વાળવા વૃત્તિ કે પ્રવૃત્તિ થશે નહિ અને સુખેથી જીવન પસાર થશે. પરંતુ ગુરૂદેવના શ્રીમુખની વાણીનું શ્રવણ કર્યા સિવાય મૈત્રીભાવાદિ આવી શકશે નહિ માટે વચનામૃતનું દરાજ પાન કરીને તેને પચાવ? વચનામૃતનું પાન કરી તે મુજબ શક્ય વર્તન કરવામાં આવશે ત્યારે નવજીવનના અપૂર્વ લહાણે મળશે. નવજીવનના લહાણું મળ્યા પછી આત્મધર્મની સાધકતા સધાશે. બાધકતા જેવું રહેશે નહીં. તેથી વ્યાવહારિક કાર્યોની આંટીઘૂંટી પણ સુગમતા ઉકેલાશે. એટલે વિડ્યો શેક–ચિન્તા વિગેરેને સ્થાન મળશે નહીં. માટે શાંતિ–આનંદ પૂર્વક વ્યવહાર ચલાવવું હોય તો ઉપર પ્રમાણે ઉદ્યમ-સાહસ-પરાક્રમ વિગેરે કરવામાં આળસ કર નહિ અને ખામી રાખ નહિ. આ સિવાય ઉન્નતિ કરવાનો ઉપાય નથી. માટે ચેતીને સંસારમાં વ્યવહારના
For Private And Personal Use Only