________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે?
આજે એ શબ્દો કેટલા અક્ષરે અક્ષર સાચા પડ્યા છે. એશિયાનો ખૂણેખૂણે આઝાદીના આતશથી ઉજાતે છે. શું ભારત ? કે શું બર્મા ? શું પાકિસ્તાન ? કે શું સિલોન ? શું ઈન્ડોનેશિયા ? કે શું મલાયા. બધે જ સ્વાતંત્ર્યના સફેદ ઓછા વત્તા સંભળાય છે. ગઈ કાલ સુધી “આઝાદી કયા ચીજ હૈ?” એ ન સમજનાર આફ્રિકા જેવા ખંડમાંય ઈજીપ, ઇરાક, આઝાદીને વાવટે ફરકાવી રહ્યા છે. બાકીના દેશમાં સ્વાતંત્ર્ય માટે અસાધારણ આંદેલને ઝડપથી ચાલી રહેલ છે અને એને વિજય અવશ્ય ભાવિ જ છે. પૂ. આચાર્યશ્રીની દ્રષ્ટિની ઝીણવટ તે જુએ? બહુ જ્ઞાનવીરે, કર્મવીરે, જાગી અન્ય જગાવશે?
પૂ. આચાર્યશ્રીનાં આગમ એંધાણ આપતી વાણીમાં પણ ભગવાન વીરને દિવ્ય સંદેશ “જ્ઞાન અને કર્મ* એક રૂપિયાની બે બાજુ સમાન નગદવાણ એક દેશ સ્વતંત્ર થતાં અન્યને સ્વતંત્ર કરવા ઉઘુક્ત થશે. ભારત સ્વતંત્ર થતાં તુરત જ ઈર્ડોનેશિયાની વહારે ધાયું જ હતું ને?
અને એથીયે અધિક અદ્ભુત છે, એમની રાજનીતિ અંગેનું દર્શન. વિશ્વરાજકારણનાં પાણી ડહોળાયેલાં હતાં, રાજકારણના ક્ષેત્રે ઋતુ તુના રંગ પલટાતા થતા, એશિયા કે આફ્રિકાની તો વાત જ કયાં
For Private And Personal Use Only