________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૮
વાદને સ્વીકાર કરવા પૂર્વક વાદ કરે છે. તે જેને કહેવાય છે. અત એવ વાદમાં તત્વજ્ઞાન પામી તેઓ આત્મિક ગુણામાં રમણતા કરવા સમર્થ બને છે. એટલે વિષમવાદ રહેતો નથી. આત્માને, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય માનવાથી અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય માનવાથી દરેક વાદેને સમન્વય કરતા હોવાથી વિષમવાદ થતું નથી. તેથી રાગ, શ્રેષ, અને મેહમમતાના વિકારે ખસતા, સર્વ પ્રાણીઓ ઉપર મૈત્રીભાવને સાચે લાભ મેળવવા ભાગ્યશાળી બને છે. અને અન્તરાત્મા બની, આત્માના ગુણેમાં રમણતા કરે છે. એવા અનેકાંતવાદ-સ્વાદુવાદમાં પ્રેમ ધારણ કરીને શક્ય વર્તન કરનાર વિરલા હોય છે. આ સિવાય વાદવિવાદ કરનારા ઘણા પિતાને જ્ઞાની કહેવરાવનાર મળી આવશે. આ મુજબ સદ્ગુરૂ કહે છે કે, અમે તપાસ કરીને કહીએ છીએ કે, સમન્વય કરનાર જ્ઞાનીઓ વિરલા હોય છે. જે સ્વાદુવાદને આધાર લઈ દુન્યવી વાદોને સમન્વય કરનાર જ્ઞાની હોય તો, ઝગડા, રગડા, કુસંપ વિગેરેને આવવાને માર્ગ મળે નહિ. અનેકાંતવાદ તે સત્યવાદ છે. તે દ્વારા માનસિક મલીનતાને ત્યાગ થવા પૂર્વક, આત્મા સ્થિરતા ધારણ કરે છે. અને જે સુખશાતાની ઈચ્છા હોય છે. અને આત્માની ઓળખાણ કરવાની અભિલાષા વર્તે છે તે અનુક્રમે પૂર્ણ થાય છે. પરંતુ કેટલાક, દુનિયાની ભાષાઓને ભણે પિતાને જ્ઞાની કહેવડાવે છે. અગર મગરૂર બને છે. કેટલાક, ન્યાય, વ્યાકરણ, છંદ,
For Private And Personal Use Only