________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિ૦૨
કહ્યું કે, મારા આવ્યા પહેલાં આંગી કેણે ઉતારી ! પૂજારીએ કહ્યું કે સવારમાં અમુક શેઠ અત્રે આવીને આંગી ઉતારીને પૂજા વિગેરે કરી ગયા. ડોશીએ કહ્યું કે, તે ઉતારવા કેમ દીધી! મારા આવ્યા પહેલાં કોઈ આંગીને ઉતારી શકે નહિ. તે ઉતારનાર કોણ? આ મુજબ આ કોશના વચન બોલવાથી પૂજારીએ કહ્યું કે, તમે આંગીના દર્શન, પૂજા કરવા આવો. છે! કે, પ્રભુ જીનેશ્વરજીના ! જીનેશ્વરની દર્શન, પૂજા, સ્તુતિ કરવા આવતા હો તે આ સામે પ્રભુ બિરાજમાન છે. અને આંગીની પૂજા વિગેરે કરવા આવતા હો તે આ સુંદર થાળમાં મૂકેલી છે. તેના દર્શન વિગેરે કરે. શા માટે દેરાસરમાં આવીને આવું ફોધયુક્ત વચન બોલ્યા કરે છે ? અહિંઆ શાંત રહેવું જોઈએ. આ પ્રમાણે સાંભળી ડોશી શાંત બન્યા. અને પૂજારીએ આંગી ચઢાવ્યા પછી દેવાધિદેવના દર્શન વિગેરે કરીને પિતાને ઘેર ગયા. આ મુજબ સમજણ વિનાના માણસે પ્રભુના ગુણોને ભૂલી આંગીઓમાં જ પ્રેમ રાખે તે. પ્રભુના ગુણેને ગ્રહણ કરી આત્મિક વિકાસ સાધી શકવા
ક્યારે સમર્થ બને ! માટે ચેતનના અથ બને ? શોભામાં મુગ્ધ બને નહિ. આંગી હોય કે ન હોય, દેવાધિદેવ તે બિરાજમાન છે. આમ વિચારી પ્રભુજીના દર્શન વિગેરે કરનાર શ્રાવક, પ્રીતિ, ભક્તિથી આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ બને છે. માટે ગુણેના અથ બની આત્મતિ કરે. આ મુજબ સગુરૂ પ્રતિબોધે છે કે, શાશ્વતસંપત્તિ, સમૃદ્ધિ અને અનંતસુખ પ્રાપ્ત કરવાને જે માગે છે તે માર્ગે
For Private And Personal Use Only