________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૫
દેશમાં અમારો વાસ હતો. આ દેશ એ છે કે સંસારના સુખની મીઠાશવાળાને માલુમ પડે જ નહિ. જ્યારે અનાસક્તિએ કાર્ય કરતા નિર્લેપ થાય અને આત્માના ગુણેમાં એકતાન લગાવે ત્યારે આત્મદેશની ખબર પડે. અને તેના તરફ પ્રેમ જાગે. સંસારના સુખની મીઠાશમાં મગ્ન બનેલને અલખની ક્યાંથી માલુમ પડે ! એ તે જ્યારે દુનિયાની ખટપટ તથા કપટ પ્રપંચને ત્યાગ કરી કર્મો સાથે કપટ, કાવાદાવા, બરોબર ઉપગ રાખી કરે, તેમજ ધ્યાન, સમાધિમાં એકતાન થાય ત્યારે જ, અલખનિરંજન આત્મ તિને અનુભવ સ્વયમેવ હાજર થાય. એવા આત્મ દેશમાં અમારો વાસ હતો. તે સમાધિ વેલાયે દુનિયાની સઘળી માયાથી અમે ન્યારા હતા. તે વખતે દુન્યવી એકેય વિચાર આવતો નહિ. સંસારની સમાધિ, સુખશાતા તે, સાચી સમાધિ નથી. તેને તે, ભ્રમણાના મેગે ભ્રમિત બનેલાઓ સમાધિ માની બેઠા છે. જે તે સત્ય સમાધિ હોય તે, એક પણ વિકલ્પ સંકલ્પ લેવો જોઈએ નહિ. તેથી જ માયા મમતાનો ત્યાગ કરવા પૂર્વક, હરદમ શ્વાસોશ્વાસે નિર્મલ આત્મતિમાં ધ્રુવના તારાની માફક, અમે સ્થિરતા ધારણ કરીએ છીએ. સ્ટીમર અગર વહાણમાં બેઠેલે સુકાની, ધ્રુવના તારાની સામે મીટ માંડીને જોયા કરે છે. તેથી સ્ટીમર વિગેરે ખરાબે ચઢતી નથી. અગર દીવાદાંડીને લક્ષમાં રાખી હંકારે છે. તેથી ઈષ્ટ સ્થલે પહોંચી શકશે. અગર પહોંચશે. જે તે અન્ય વિચારોમાં અટવાય
For Private And Personal Use Only