________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
કાશ્મીરી કામળ કદી વાપર્યા નથી. પણ આજીવન ખાદી જ વાપરી હતી. કદી પણ અઢેલીને બેઠા નથી. દિવસે નિદ્રા લીધી નથી. મુખવાસ કદી વાપર્યો જ નથી. કોઈ પણ સ્ત્રી વર્ગ સાથે પરિચય કે પત્રવ્યવહાર કર્યો નથી, સ્વાદિષ્ટ ભજન નિરસ કર્યા વિના વાપર્યું નથી. એકજ પાત્રમાં તમામ આહાર આવતા અને વપરાતે, લેખન, વાંચન, ધ્યાન, વિહાર, ધર્મચર્ચા, અને ઉપદેશ સિવાય અન્ય કાર્ય, નિંદા, વિકથા, કે આડંબરમાં તેઓ કદી પડ્યા જ નથી, વિલાયતી દવા કદી વાપરી નથી. સરળ, દંભ રહિત, નમ્ર, શાંત, સંપીલું, પ્રેમભર્યું સાત્વિક ગી જીવન હમેશાં ગાળ્યું છે.
શ્રીમદે એક અગીઆર મહાગ્રન્થ ત્યાગી અવસ્થામાં લખી ગુર્જર-સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. દર્શનનાં પચીસ હજાર ઉપરાંત પુસ્તકનું વાંચન, મનન કર્યું છે. આવું સાંભળ્યું, વાંચ્યું. કે જાણ્યું નથી કે ઈ ઈતિહાસે કે, કઈ પણ ત્યાગી સંતે. ચોવીસ વરસના પરિચિત કાલાવધિમાં અનેક વ્યવહાર સાચવતાં છતાં આટલી ભાષાઓમાં આટલા ગહન વિષયના, એક અગીઆર ઉપરાંત મહાગ્રન્થનાં સર્જન કર્યા હોય, અને આટલા પુસ્તકનું વાંચન મનન કર્યું હોય.
શ્રીમદૂન ગૃહસ્થ જીવન, કવિ જીવન, સાધુ જીવન, ભક્ત જીવન, પ્રેમ જીવન, પંડિત જીવન, આધ્યાત્મિક જીવન, મસ્ત ફકીરી જીવન, આદિ પર તે પૃથક્ પૃથફ
For Private And Personal Use Only