________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(33
વ્યાપાર કરવાની મારી પાસે મુડી નથી. તે કેવી રીતે જાતમહેનત પૂર્વક વ્યાપાર કરું ! માટે સે બસે રૂપિયા આપ. કમાયા પછી તમને પાછા આપીશ. તમેએ આપેલ મદદને એળવીશ નહિ. આ મુજબ કહેતાં પણ તે બધીર બનેલ હોય નહિ શું ? તેમ તેનું કથન સાંભળતા નથી. અને પાછા મોકલે છે. પરંતુ જ્યારે તે શ્રીમંતને કઈ સભાના પ્રમુખ બનાવી ભૂરિ ભૂરિ પ્રશંસા કરવામાં આવે કે, તમે દાતા છે. તથા કૃતજ્ઞ, સમયજ્ઞ છે. ત્યારે બબર કુલાઈ હજાર, બે હજાર અગર લાખ, બે લાખ આપવા તૈયાર થાય. તેઓને કઈ પ્રશંસા કરનાર મળે તો જોઈ લો. તેમની કુલાઈ? આવા ધનાઢયો પિતાનું કે પારકાનું કેવી રીતે કલ્યાણ કરે. સર્વે શ્રીમતે એવા હોતા નથી. કેટલાક ભાગ્યશાલીએ તે પ્રશંસા, પ્રસિદ્ધિને ત્યાગ કરી શક્ય તેટલે સાધર્મ બુઝર્ગને તથા ધાર્મિકેને સહારો આપી આગળ વધારે છે. અને નિષ્કામ ભાવે સેવા ભક્તિ કરે છે. આવા શ્રીમતે કુલાતા નથી. પણ નમ્રતાદિ ગુણોને ધારણ કરી સ્વપરનું હિત સાધે છે. તેઓ સગાંવહાલાં વિગેરેને ખોટા માનતા નથી. પરંતુ આત્માથકી પર માનતા હોવાથી તેઓને સ્વજન ઉપર વધારે મમત્વ હોતું નથી. તેથી આલોકની અને પરલોકની સુખની અભિલાષા ન હોવા છતાં સત્ય સુખશાતા સ્વયમેવ હાજર થાય છે. માટે સદ્ગુરૂ કહે છે કે, ભલે કુટુંબ કબીલે સારો માને, પણ મમત્વને ધારણ કરી મારા માટે માનશે નહિ. તારે, તમારે કુટુંબ કબીલો તે, ઉપશમ, વિવેક અને સંવર,
For Private And Personal Use Only