________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપે. બીજી રસોઈ તૈયાર હતી નહિ અને જલ્દી જવાની ઉતાવળ કરતો હોવાથી સઘળાએ તૈયાર કરેલ ઘેબરને જમીને ચાલ્યા ગયે. તેને જે ન જમાડીએ તે ખોટું દેખાય. આ મુજબ સાંભળી વણિક વિચાર કરવા લાગ્યું કે પેલી રબારણને ઠગીને શેર ઘી વધારે લીધુ અને તેને બનાવેલ ઘેબર જમાઈ જમી ગયે. તેણીને છેતરી પાપ મેં કર્યું અને દુર્ગતિની વાટ લીધી. આ મુજબ ખાનાર ખાઈ જાય છે અને પાપના વિપાકોર મારે ભેગવવા પડશે. માટે ચેતન કાંઈ સમજણના ઘરમાં આવ.
આમ વિચારી દગા પ્રપંચ-છેતરપિંડીને ત્યાગ કરી, નીતિ, ન્યાય, પ્રમાણિતા પ્રમાણે વર્તવા લાગ્યો. અનુક્રમે જ્ઞાની મુનિવરના ઉપદેશથી ધર્મની દુકાન-હાટ માંડી અને શિવપુરની વાટ લીધી. અને આ લેકમાં અને પરલેકમાં સુખી થયા. સદૂગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે સાંસારિક સુખની ખાતર હાટ માંડીને દગા-ફટકાપ્રપંચ કરી જે મેળવશે તે બીજા ખાઈ જશે અને પેટ ભરીને માર તમારે ખાવું પડશે. માટે આવા હાટને ત્યાગ કરી શિવપુરની વાટ દેખાડે તેવું હાટ માંડે. તેથી કે ભવમાં માર ખાવો પડશે નહિ. માટે વૈરાગ્યે મનને વાળી મોક્ષમાર્ગની વાટ લે. આ મુજબ છઠ્ઠા પદમાં ઉપદેશ આપી સાતમા પદને આરંભ કરે છે. કેઈ એક ભુમીયાને ભારે આંબે અમર છે.એ રાગ, અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારૂં, ઉપદેશ વૃષ્ટિધાર આત્મ,
For Private And Personal Use Only