________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનદિવાકર, સ્વ-પરશાસ્તવિશારદ, કવિરત્ન, ગનિષ્ઠ, એકસો ને આઠ મહાગ્રન્થ પ્રણેતા, મહાન વિભૂતિ, સ્વ. પૂ. આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરીશ્વરજી આપણું સમયની વિશિષ્ટ પ્રકારની વિભૂતિ હતા, કર્મચંગ, આનંદ ઘન પદ સંગ્રહ ભાવાર્થ વિગેરે મહાકાય ગ્રન્થ આત્મપ્રકાશ, ગપ્રદીપ, આત્મદર્શન ગીતા પરમાત્મદર્શન, પ્રેમગીતા, અધ્યાત્મગીતા; જનેપનિષદ્દ તત્વવિચાર, બડુદ્રવ્ય વિચાર, વિગેરે અનેક ગ્રંથોના પ્રખર લેખક, પ્રવાહબદ્ધ શીધ્ર સંસ્કૃત શ્લેકના સર્જક, પ્રતિભાશાળી વિવેચક, અને તેવી જ રીતે શીઘ્ર કવિ તરીકેના બાર ભજન પદ સંગ્રહો, કક્કાવલિ સુબેધ, સાબમતી ગુણશિક્ષણ કાવ્ય, માતૃપિતૃભક્તિ, બાલલગ્ન, સાધર્મિક ભકિત, વિગેરે સંખ્યાબંધ કાવ્ય પ્રકટાવ્યાં છે, એમના જ્ઞાનની અગાધતાનું માપ આપણી અલ્પબુદ્ધિ કરી શકે તેમ નથી જ. ખરેખર અનેક જન્મની તૈયારી લઈને આવેલા તેઓશી મહાન યોગી હતા.
શ્રીભજનપદ કાવ્યમાં આવેલું તેમનું વાક્ય “રજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે” એ ઉપરથી આપણે તેમનું લખેલું ભવિષ્ય સાચું પડેલું જોઈ શકીએ છીએ. તેવી જ રીતે તે મહાન એગીએ કક્કાવલિ સુબોધમાં ભવિષ્ય ભાખ્યું છે કે –“એકવીસમી સદી માંહિ થાશે યુગ પ્રધાને મટા ચાર, એક એકથી મહા ચડી આતા, જન શાસન જગત
For Private And Personal Use Only