________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિકૃત. ભજન પદ સંગ્રહ
ભાગ ૧૧ મે.
आत्मशुद्धोपयोग. મરાઠી સાખીની દેશી
જાગે આતમ ! અગમ પથમાં, નિજ ઉપગે ચાલે; મન વચ કાયાથી શુદ્ધ જૈને, સત્યાનંદમાં મ્હાલે. મારા આતમરે દિવ્ય પ્રદેશે ચાલે, વહાલામાં તું હાલે. મેરા. ૧ લાખચોરાશી જીવનિ જીવ, સર્વને જ્ઞાને ખમાવે; રાગ ને રોષની મોહની વૃત્તિ, ઠંડી નિજમાં સમાવે. મેરા. ૨ ક્ષણ ક્ષણ શુદ્ધાતમ પ્રભુ જીવન, ઉપયોગી થે રહેવું અનંત બ્રાજીવન સાગરમાં, મનડું સ્થિર કરી દેવું. મેરા. ૩ આતમ ઉપગે સમભાવે, જગમાં લેવું ન દેવું જ્ઞાનાનન્દમયી તું આતમ, આપસ્વભાવે રહેવું. મેરા. ૪ શરીર બદલે તું તે અમર છે, નિર્ભયજ્ઞાને રહેશે; મૃત્યુ તે તે મહત્સવ સરખું, માની અલખપદ લેશે. મેરા. ૫ શરીર જામા પહેર્યા બદલ્યા. પણ તું નિત્ય સુહાયો; સાક્ષી જ્ઞાને દેખે જાણે, બ્રહ્મમાં બ્રહ્મ સમાયે. મેરા. ૬
For Private And Personal Use Only