________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
आनन्दघन, આતમ !! આનંદઘન ભરપૂર, જ્યાં ત્યાં દેખું ત્યાં આતમ આતમ, ચિદાનંદ ભટ્ટર......................................... આતમઅસંખ્યપ્રદેશી ઝળહળ તિ, વરસે ઝરમરનર. આતમ જન્મ મરણ નહીં લધુ નહીં ભારે, લેશ ન દિલથી દૂર. આતમ ૧ સર્વસંગી પણ સર્વથી ન્યારે, આપોઆપ હજૂર. આતમઆનંદમસ્તીથી મસ્તાન, સુખમાં સદા ચકચૂર. આતમ- ૨ રામ રહિમ અરિહંત હરિ બુદ્ધ, નામ અનેક જરૂર. આતમનામી અનામી અનંત અનાદિ, ઘટ ઘટ વ્યાપક નૂર. આતમ૦ ૩ વિશ્વ પ્રકાશી અજ અવિનાશી, અલખ બ્રહ્મ જગશર. આતમસર્વ તીર્થનું તીર્થ સનાતન, સકલ વિશ્વ ભરપૂર. આતમ ૪ દર્શનશાનાનન્દ સ્વરૂપી, નૂરનૂર મશુલ. આતમબુદ્ધિસાગર આત્મમહાવીર, અનંતશક્તિ સનૂર. આતમ- ૫
सर्वदर्शनरूपात्मा.
( રાગ પ્રભાત.) સર્વ દર્શન રૂપ મારે આતમ, નય સાપેક્ષે ભારે; સર્વદર્શન ધર્મી હું આતમ, સમ્યગ મૃતથી અમારે. સર્વ. ૧ હું છું વેદ અને વેદાન્તી, હિંદુ પ્રીતિ જાણે રે જૈન મુસભાન બૌદ્ધને પારસી, સાપેક્ષે મન આરે. સર્વ ૨ આતમમાંથી સઘળાં દર્શન, ધર્મો પ્રગટ્યા સઘળારે, આતમ ઈશ્વર રામ હરિ પ્રભુ, બુદ્ધઅરિહંત અલ્લારે. સર્વ. ૩ સર્વદર્શનધર્મરૂપી હું છું, સવિકલ્પનયજ્ઞાનેરે; નિર્વિકપમાં સર્વથી ન્યારે, નેતિ અવક્તવ્ય ધાનેરે. સર્વ. ૪ સમ્યગદૃષ્ટિજ્ઞાન થયાથી, નાડું ઘટ અંધારું; એકાંતદર્શને મિથ્યા જાણ્યાં, પ્રગટયું ઘટ અજવાળું. સર્વ૦ ૫
For Private And Personal Use Only