________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાં હગ ચાહવાથી ગામની બહાર સ્ટેશન પાસે કાજુનિયાના ખેતરમાં ગુરૂ આંબાનીચે તંબુમાં રહેવાનું થયું. ત્યાં બસે શ્રાવકનાં ઘર વરયાં હતાં સં૧૭૪ સાલના પિશ, માઘ, ફાગણ એ ત્રણ માસમાં છાપરે તંબુમાં ગાળ્યા, તેમણે અમારી પાસેથી યૌગિક આધ્યાત્મિક જ્ઞાનનું અનુભવિક શિક્ષણ મેળવ્યું. સં. ૧૯૭૪ નું સાલનું અમારૂં ચેમા વિજાપુરમાં કર્યું ત્યારે તેણે કારણસર અમદાવાદ વિહાર કર્યો અને સાણંદ ચોમાસું કરવા ગયા અને ત્યાં સ્થિરતા કરી તેણે વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયનસૂત્ર વાંચવુ શરૂ કર્યું હતું. કમગે અષાડ સુદિ છઠ્ઠથી જ્વર શરૂ થયે, પશ્ચાત્ વિશેષ માંદગી છે અને સં. ૧૯૭૪ અષાડ સુદ તેરસે તેણે શરીરને ત્યાગ કર્યો અને સ્વર્ગગમન કર્યું. તેના આત્માને શાંતિ મળે. દેવેન્દ્રસાગરની પ્રકૃતિ શાંત, સરલ, સત્યાગ્રાહી તથા જ્ઞાનગ્રાહી હતી. તેણે પચરહાવ્રતને સારી રીતે વાળીને મનુષ્ય જન્મ સફલ કર્યો. સ સારમાંથી તેની બિલકુલ આસક્તિ ઉઠી ગઈ હતી તેથી તેણે સ્ત્રીને પુત્ર થતાં પણ પુત્ર મેહ ટાળી પોતાના વૈરાગ્યબળે દીક્ષા લીધી. સાણંદમાં તેના શરીરની અગ્નિસંસ્કાર કિયા વાથિયામાં પહેલી રાયણના વૃક્ષતળે કરવામાં આવી હતી. તે વખતે અમદાવાદથી શેઠ મણિભાઈ દલપતભાઈ તથા ભગત શા. વીરચંદભાઈ ગોક. ળભાઈ વિગેરે ઘણુ જેને ગયા હતા. તેની સાથે પત્ર વ્યવહારમાં જે જ પત્રે ઉગી હતા, તેઓને પત્ર સદુપદેશ બીજા ભાગમાં છપાવ્યા છે. તેના અગ્નિસંસ્કારાદિ પ્રસંગે ચડાવાના રૂ. ૨૨૫, ઉપજ્યા હતા તે સાણંદના સાગરગચ્છના સંઘે ભજન સંગ્રહ નવમ ભાગમાં છપાવવા ખાતે આપ્યા છે. શ્રી દેવેન્દ્રસાગરજી જેવા ત્યાગી વૈરાગી યેગાભ્યાસ મુનિવરોથી જૈનશાસનની વૃદ્ધિ થાઓ. મુનિ અમૃતસાગરજી, મુનિછતસાગરજી અને મુનિદેવેન્દ્રસાગરજી જેવા યુવક ઉત્સાહી જૈનધર્મોન્નતિકારક મુનિવરેની યાદી સદા રહે અને એવા ઉત્તમ મુનિયે વિશ્વમાં પ્રગટે. इत्येवं ॐ अहं महावीर शान्तिः ३
વિ. સં. ૧૯૭૯ શ્રાવણું સુદિ બીજ,
-
-
For Private And Personal Use Only