________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬ રાગદ્વેષી મનડું મર્કટ, ચંચળ, વશ જે થાવે; તે આવરણે સર્વ ટળેને, આનંદ પ્રગટે ભાવે. સર્વે. ૨૭૧ મનવશ થાતાં જગ છે તાબે, સર્વ ધર્મની કુંચી, મનથી મુક્તિ સાતરાજપર, અંતમાં છે ઊંચી. સ. ૨૭૨ મનથી જડ ચેતન પર સત્તા, કઈક ક્યારે ચલાવે; તે પણ સાચું સુખ નહિ પાવે, મરી મરી દુઃખ પાવે. સર્વે. ર૭૩ મનથી સૃષ્ટિ નવી નવી કે, ઘણું બનાવે હૈયે, પરમાનંદ ને પામે પોતે, અંતે દુ:ખથી રે. સર્વે. ૨૭૪ મનથી જડમાં છે સુન્દરતા, કલ્પાયેલી જાણે, મનના ધર્મો નિત્ય રહે નહિ, ક્ષણિક એહ પ્રમાણે. સર્વે. ર૭૫ જ્ઞાનાનંદી આતમનું છે, સ્વરાજ્ય જગમાં એવું; સર્વ સ્વાર્પણ કરી ગુરૂને, સ્વરાજ્ય એવું લેવું. સ. ૨૭૬ જડદુનિયા પોતાના ઉપરે, રાજ્ય કરે છે સઘળે; એવું જાણું આત્મસ્વરૂપી, થાઓ કાંઈ ન બગડે. સર્વે ૨૭૭ આતમરાજા જડને ચાચક, બને મેહથી ઘે; તે શું સ્વરાજ્ય સુખને પામે, મૂર્ખઓમાં પહેલે. સ. ૨૭૮ પિંડે પિંડે ઘર ઘર જ્યારે, આત્મ રાજ્ય પ્રગટાશે; ઘર ઘર ગુરૂકુલ ન્યાય કચેરી, સ્વરાજ્ય ત્યાં છે પાસે. સર્વે ર૭૯ સ્વરાજ્ય એવું નિશ દિન પાસે, કેઈ અન્ય ન આપે, કાલ અનાદિથી છે નિજમાં, મેહ ટળે ઘટ વ્યાપે. સર્વે. ૨૮૦ સ્વરાજ્ય એવું ભૂલી લેકે, બાહિરમાં કયાં દોડે આતમમાં સુખ સાચું ભૂલી, પત્થરથી શિર ફેડે. સર્વે. ૨૮૧ બાહ્યરાજ્યની સર્વવ્યવસ્થા, આત્મરાજ્યને માટે ઉંડા ઉતરે રાજય ખરું ત્યાં, માલ છે માથાસાટે. સ. ૨૮૨ અખંડ આનંદ પ્રગટે ત્યારે, સ્વરાજ્ય પ્રગટયું જાણે વ્યક્તાનંદમાં સ્વતંત્રતા છે, નિશ્ચય એહ પ્રમાણે. સ. ૨૮૩ આત્માધીન પ્રવર્તે મનને, દેહ ઈન્દ્રિયે જ્યારે; સર્વ જાતિનાં રાજય પમાયાં, સમતાભાવે ત્યારે. સ. ૨૮૪
For Private And Personal Use Only