________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૨૬૬
सर्वविश्वनी शांतिनो उपदेश.
સર્વ વિશ્વમાં ભિન્ન રંગના, લેકેની શાંતિ કરનાર, ઉપાયે સાંભળશો પ્રેમ, વર્તતાં શાંતિ નિર્ધાર. ૧ કાળી ગોરી ચામડી ભેદે, જૂદાં નહિ પ્રભુનાં સહુ બાલ; રંગભેદને દેશભેદને, ત્યજી અભેદી ધરશે ખ્યાલ. ૨ ધર્મભેદથી લડો ન લેકે, ભેદબુદ્ધિથી ઈશ્વર ધર; જડશક્તિથી સત્યરાજ્ય નહિ, મેહ રાજ્યમાં
દુ:ખનું પૂર. ૩ દેશભેદથી સ્વાર્થ ધરીને, અન્યદેશને હણે ન સ્વાર્થ; સર્વદેશમાં અભેદભાવ, વતે શંતિ છે પરમાર્થ. ૪ યુરોપ એશિયા આફ્રિકાને, અમેરિકા ખંડના લેક; વર્ણ ખંડને દેશભેદથી, લડતાં દુ:ખની વધશે પિક. ૫ પરમેશ્વરને ભૂલી જાતાં, રંગાદિકના લાગે ભેદ, સ્વાર્થ મેહથી એક બીજાનું, બુરું કરંતાં પ્રકટે ખેદ. ૬ વિમાન શોધ્યાં તારે શોધ્યા, ઠરી ન બેઠા તેથી કામ; અવિશ્વાસી થયા પરસ્પર, ફૂટ નીતિનું બનિયા ધામ. ૭ વર્ણભેદથી ભૂલ્યા ભારે, ખંડભેદથી ભૂલ્યા ભાન; ન્યાય પ્રેમને સત્ય ગ્રાવણ, વિશ્વવિષેનહિ શાંતિ સ્થાન. ૮ એક બીજાના દેશ સ્વાર્થથી, સત્ય ધર્મને કરે વિનાશ; સર્વ વિશ્વમાં આત્મબુદ્ધિ વણ, ન્યાય નીતિમાં ભેદ
છે ખાસ. ૯ સર્વ વિવના ભૂપ પ્રમુખે, જ્ઞાનીઓ ટાળે ઝટ ભેદ; સર્વવિવને ઘરના જેવું, માની તે ટળશે ખેદ. ૧૦ સર્વ ખંડની આગેવાને, સ્વતંત્રતામાં કરશો હાય; એક બીજાનું સારું કરતાં, ટળશે સહુ ભેદે અન્યાય. એક બીજાને આશ્રય આપે, સ્વતંત્રતા અપી સહકાર;
For Private And Personal Use Only