________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
સુખ અમારું વનવગડાનું, શું જાણે ઘરબંદી !! હસીએ રમીએ લીલા કરીએ, રહે ન બુદ્ધિ મંદી, થાતાં જન્મ થકી પરતંત્ર, સમજ્યા જાતા નહનિજમંત્ર. ૧૧ એકવાર જે છૂટું થાવે, સુખને અનુભવ પાવે; મૃત્યુથકી પણ બંધન તુજને, બરું લેશ ન ભાવે, ઈશ્વર રાજ્યમાં બંધન હેય, કે મનુષ્ય કીધી જેય. ૧૨ ઈશ્વર રાજ્યમાં સર્વજીની, સ્વતંત્રતા સહાયક માનવજાતિ ભૂલી પ્રભુને, કયાંથી પ્રભુને પાય, પરને કરે ગુલામ જ જેહ, અંતે થાય ગુલામ જ તેહ ૧૩ તુજને બંધનમાંહી નાખ્યું, જાય ન અમથી સાંખ્યું; નિજાતિના મેળે સહુને, સુખ છે પ્રભુએ ભાખ્યું,
અહેહો માવ કેવી જાત, કેદી કરી થતી રળિયાત. ૧૪ શુક જાતિનાં ગાયન મીઠાં, માનવના મન લાગે; પિતાના ગાયનમાં આનંદ, સમજે તે ઘટ જાગે, સમજશે કયારે માનવ જાત, વિશ્વની કુદ્રને સાક્ષાત્ ૧૫ કલા કરીને પિંજરમાંથી, છૂટવું ધર્મ એ હારે; સમજ સમજ શુક શાણું જ્ઞાને, પિંજરવાસ નઠારે, બંધન મુક્ત થવાને કાજ, કરજે લાખો કટિ ઈલાજ. ૧૬ ઈશ્વરી કુદ્રત્ નીતિ સાચી, બંધનમુક્ત જ થાવું; બંધન કરવું ઘટે ન કોને, નિજ ધર્મે સ્થિર થાવું, એવું શુક સમજીલે સત્ય, ભૂલી જા ના હારાં કૃત્ય. ૧૭ ઈશ્વરી રાજ્યના કાયદા આગળ, માનવ કાયદા તુચ્છ, સવતંત્રતા ત્યાં જીવન સુખ છે, ઝાલ ન ગદ્ધા પુચ્છ, બંધન મુક્ત થવામાં ન્યાય, ત્યાં નહિ થતો કશે અન્યાય. ૧૮ શુક ટેળાની સત્ય શિખામણ, માની શુક હરખાયે; સ્વતંત્રતા સુખ શાંતિ પ્રીતિ, સમાનતાને પાયે, બુદ્ધિસાગર શિક્ષા એશ, માને વર્તે શર્મ હમેશ ૧૯
For Private And Personal Use Only