________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપ૭
हिंदनी उन्नति.
સ્વદેશી ચીજ ઘરઘરમાં, જન જે વાપરે નક્કી. તદા છે હિંદની ચઢતી, સ્વદેશી રાજ્યની વકી. ૧ સ્વદેશી ઉન્નતિમત્ર, ઘરેઘર સત્ય કુંકાશે; ખરી ચળવળ અને બળથી, ખરી દેશેન્નતિ થાશે. ૨ થશે બ્રિટિશના જેવા, ખરેખર હિંદના ભક્તો; તદા દેશોન્નતિ થાશે, થતાં લેકે અનાસક્તો. ૩ ગુણવણ નહિં વળે પોકે, ગુણવણ નહિ વળે ઢગે, ખરા ખેલે જ ભજવાતાં, નહીં કે ઉન્નતિ કે. ૪ મર્યાવણ માળો નહીં છે, કર્યાવણ કાર્ય નહિ થાતું, દયાને સત્ય આચરતાં, સધાતું ઉન્નતિ નાતું. પ થતાં પરમાર્થની બુદ્ધિ, થતી નિજ આત્માની શુદ્ધિ મળે છે દેવની શક્તિ, મળે છે ઉન્નતિ દ્ધિ. ૬ સલ્લાથી સર્વ વિપત્તિ, પ્રગટતી દેશમાં શક્તિ; સહી સહુ સર્વ પર પ્રેમી, બને દિલમાં ઘણું હેમી. ૭ ધરો નિજ શત્રુ પર પ્રીતિ, ખરી છે ઉન્નતિ રીતિ; ઘણાગે મળે શક્તિ, ત્યજી દે દુષ્ટ આસક્તિ. ૮ પરાયા દેશનું બરું, કરે નહીં પ્રાણ પણ જાતાં, સ્વદેશીના સમા અન્ય, ગણે વર્તે સુખી થાતાં. ૯ બને નહિ શકિતથી અંધા, બને ભગવાન ના બંદા; રહે ને દુર્ગણે ગંદા, ત્યજી દે મેહના ફંદા. ૧૦ કુરા શકિત સર્વે, રહે ના કેઈથી ગર્વે, બુદ્ધ બ્ધિ સંઘબળ શક્તિ– વડે છે શાંતિ ને નીતિ. ૧૧
For Private And Personal Use Only