________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
જે જે મરે તે હું નથી હું નહિ મરું કેનાવડે, હું કાલને પણ કાલ છું આનંદ જ્યોતિ ઝળહળે, જે જે મરે બદલાય તે છે પ્રાણ દેહા કર્મ જે, જે જે મરે તેને રૂ ત્યાં મેહમાયા ભમે છે. ૯ હું જ્ઞાન જેતે જીવતે આનંદમાં લયલીન છું, આત્મસ્વરૂપે દેખશે મસ્તાન નિર્ભય પીન છું; ભૂતે મળે ભૂતવિષે આતમ મળે નિજ તમાં, એવી અમારી માન્યતા સમજે ન મૂઢ મતમાં. ૧૦ અમ પાછળ નહિ આવશે, દેહાદિને સાથે ગ્રહી, મરીને પછી જીવ્યા વિના પાછળ ન આવે કે વહી; જે જે કમ્બુ વિચાર્યું જે મન ખેલ સહુ ભૂલી ગયા, અંતે અમે આ વિશ્વને વંદન કરી આગળ વહ્યા. ૧૧ માફી સકલ જીતણી માગી લઉં છું આપશે. માફી દઉં છું સર્વને દિલને નહિ સંતાપો, સમભાવથી પ્રારબ્ધને આવ્યું ઉદયમાં ભગવ્યું; ઉપગ રાખે આત્મમાં બંધાય ના જેથી નવું. ૧૨ તું ભેટ ફજે મૃત્યુ ! મુજ દેહને કર કાજને, દિવ્યપ્રદેશે જાવતાં ધન્યવાદ તારી સાજને, આનંદ સત્ય પ્રદેશમાં જાવા બનાવો સહુ બને જાણું અનુભવ જ્ઞાનથી તેથી જ આનંદ છે મહને. ૧૩ આગળ જતાં પાછળ તણું સહુ પાછળ રહી જાય છે, પાછળ તણાં સહુ સાધને આગળ જતાં ભૂલાય છે; ઓ શિષ્ય સઘળા પાછળે ઝટ આવશે ભેગા થશે, જેમ જેમ પાછળ આવશે તેમ પાછલું ભૂલી જશે. ૧૪ ભૂલો પરસ્પર માફીથી અળપાઈ જતી આગળ, આત્માનુભવને પામશે દે સકલ તેથી ટળે; આત્મ પ્રદેશે મિલન છે વિશ્વાસી જૈને આવશે, વ્હાલાં તમારા પ્રેમીઓ તે સાથમાંહિ લાવશે. ૧૫
For Private And Personal Use Only