________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૦ ગુણ કર્મોમાં બનેની જ્યાં સામ્યતા, આત્મજીવન ત્યાં પ્રગટાતું નિર્ધાર. પતિ. ૩ અરસ્પરસ આત્માર્પણ છે ત્યાં એકતા, દિલનાછૂપા ભેદ રહે નહીં લેશ; અસત્ય નહીં મનવાણી કાયામાં જરા, દયા સમા સમતાથી ટાળે કલેશો. પતિ. ૪ આત્મરૂપની આગળ વધુના રૂપની, લેશ મહત્તા ભાસે નહીં નિર્ધાર, સાત્વિકપ્રીતિનીતિ રીતે વર્તતા, વરવીર જપતાં ધ્યાતાં નરનારજે પતિ. ૫ જડના લેજે મુંઝાતાં નહિ જ્ઞાનથી, સંતોષે જીવન ગાળે સંસાર ભરમાતાં નહીં દુર્જન દાવ પ્રપંચથી, સંતાનોને શિક્ષણ દેતાં સાર. પતિ. ૬ ગુહાવાસમાં ઉપકાર કરતાં રહે, સંતસમાગમ કરતાં ધારી રાગજે, એક બીજાને માટે મરતાં અવસરે, સુખ માટે બન્નેમાં વતે ત્યાગ. પત્રિ. ૭ દિલ જૂદાં નહીં આત્માની છે એક્તા, એક બીજાને આત્મસ્વરૂપે સહાય, મીઠાં વચનો મીઠી વૃત્તિ જ્યાં સદા, સત્કાર્યોમાં સાહચર્યને હાયજે. સ્વાર્થતણું જ્યાં પડે ન કિંચિત્ ભિન્નતા, એક બીજાના માટે આતમગજે; બાહ્યગને આત્મયોગની સાધના, ભેગો માટે માત્ર ન જ્યાં સંગજે. પશુ જીવન જ્યાં કામતણું ટળતું રહે, ધર્મ્યુકામથી પાપ કામને નાશજો;
For Private And Personal Use Only