________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩ શુદ્ધજ્ઞાનને શુદ્ધપ્રેમ જે બે મળે, અનંત આનંદ પ્રગટે ઘટ નિર્ધાર; જન્મ મરણના ફેરા પળમાંહી ટળે, જીવતાં જીવન્મુક્તિ અવતારજો. પ્રિય. ૧૪૯ અનેકભવના પ્રેમે વીર પ્રભુ મળ્યા, અનેક ભવના ધ્યેય વિભુ અવતાર, તપ જપ કીધાં ફળીયાં મહાવીર સ્વામિજી, મળ્યા બની હું પ્રભુ રાશી જયકાર. પ્રિય. ૧૫૦ અનંત નામ સ્વરૂપે મહાવીર દેવ છે,
છે તેવા રૂપે દિલ દેખાયો. સર્વ મનોરથ ફન્યા ન બાકી કંઈ રહ્યું, શ્રદ્ધાપ્રીતિથી ઘટમાં પરખાય, પ્રિય. ૧૫૧ સર્વવિશ્વ મહાવીર પ્રભુમય દેખવું, સર્વજીની કરવી ભાવે સેવ; જ્ઞાન પ્રેમને એક્ય બળે સ્વાસ્તિત્વને, સંરક્ષીને પામે મહાવીરદેવજે. પ્રિય. ઉપર દિલમાં મહાવીર દેવ વિભુજી જગાડવા, અનુભવવાને તદૂ૫ થાવું બેશ; ક્ષણ પણ પ્રભુને ભજે મને ભગવાન તે, અનંત કાળના ટળતા સર્વે કલેજે. પ્રિય. ૧૫૩ પ્રભુએ હિતવચને મુજને સંભળાવીયા, કહેતાં તેને ક્યારે ના પારજે પ્રિયદર્શના તારી આગળ લેશ કંઈ, આજે પ્રભુની શિક્ષા કહી સુખકારજે. પ્રિય. ૧૫૪ બીજી વખતે વિરવચન સંભળાવશું, આમેન્નતિ વિશ્વોનતિનાં કરનાર, રૂચે પચે તે પછીથી બીજું આપીયે, પ્રિયદર્શના તું પરબ્રહ્મ થાનારજે. પ્રિય૧૧૫
For Private And Personal Use Only