________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
નિરાકાર પ્રભુ દિલમાં છે ત્યાં શોધ, અનુભવાતે જ્ઞાન પ્રેમથી સત્ય જ્ઞાની સંતજનની સેવા સારતાં, પરખાતાં જગમાંહિ કૃત્યાકૃત્ય. પ્રિય. ૧૧૫ નિરાકારને દશ્યવિષય કરવા તણી, માથાકૂટ તજેને નરને નાર; કાલ બુદ્ધિને દુર્વ્યય કરે નહિ ઘટે, આત્મા આત્મથી પરખાતે સારજે. પ્રિય. ૧૧૬ આત્મપ્રેમથી સવાસના જય થતું, આત્મશ્લેષથી થાવે સર્વ વિનાશ; આત્મવિના પુદ્ગલમાં સુખડાં શોધતાં, અનંતકાલે પણ નહિં સુખની આશ. પ્રિય. ૧૧૭ જે જે સત્યે તે સહુ આતમરૂપ છે, અસત્યમાં ચાલે નહીં આવે પાર અસત્ય તમમાં ભ્રાંતિને દુઃખ રાશિ, આત્મજ્ઞાનથી પામો આતમ સારો. પ્રિય. ૧૧૮ આતમસામે જડવિરોધે આવતાં, આત્મશક્તિ ઉછળતી બહુગજે, આત્મજ્ઞાનની આગળ કામ વિકારનું, ટકે ન બળ કંઈ આત્માનંદની ટેક. પ્રિય. ૧૧૯ દેહ રહે વા નહીં રહે એ નિશ્ચયે, લગની પ્રભુની સાથે ભક્ત લગાડજે; સર્વવૃત્તિની પેલી પારે જાઈને, શુદ્ધાતમને વહેલા વેગે ઉઠાડજે. પ્રિય. ૧૨૦ દુનિયાને ખુશ કરવાની વૃત્તિથકી, જરૂર થાતું દુનિયાને નુકશાન; દુનિયાને સાચું કહેવાની બુદ્ધિથી, દુનિયાની ચડતી થાતી મન માનજે. પ્રિય. ૧૨૧
For Private And Personal Use Only