________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
ઉત્કૃષ્ટ પરીણામે જે બાંધિયાં, નિકાચિત પ્રારબ્ધ શુદ્ધ ઉપગેરે ઘનઘાતી ટળે, કમના જેહ સંબંધ છે. જ્ઞાન. ૪ હાસ્ય કરંતરે કર્મ જે બાંધિયાં, ઉદયે રાતાં ન છૂટેજી; કર્મને કુદ્રત્ વસમો કાયદો, શસ્ત્રોથી નહીં ત્રુટે છે. જ્ઞાન. ૫ મનથી કીધાંને મનથી ભેગ છે, આત્મસ્વભાવે ન કર્મ જી; કર્મને કસ્તરે નિશ્ચય કર્મ છે, આતમ ઉપગ ધર્મ છે. જ્ઞાન. ૬ કને ભેગવર ધીરજ ધારીને, છૂટે કર્મવિપાક, આકુલ વ્યાકુલ મન નહીં જીએ, શ્રદ્ધા સાચી રાખજી. જ્ઞાન. ૭ કર્મ સવંતારે થાતી નિર્જરા, સ્વતંત્ર આતમ થાય; આતમભારે આતશુદ્ધતા, જીવન્મુક્તિ પમાય છે. જ્ઞાન. ૮ યદ્યપિ કર્મ અનંતાં હોય તે, ટળતાં ઘડીની ન વારજી; જ્ઞાનાગ્નિથી રે કર્મન્ડન બળે, મેરૂ સરખે ભારછે. જ્ઞાન. ૯ વાવવું તેવુંરે લણવું જાય છે, આપ્યું તેવુંરે લેવું હર્ષને દુઃખ ધર્યાવણ આતમા, ચૂકવ કર્મનું દેવું છે. જ્ઞાન. ૧૦ હું સહુ કીધોને તુજથીરે નાશ છે, નાસે કર્મ અનંતજી; અનંત ભવનાંરે આ ભવમાં ટળે, ભાખે વીર ભદંતજી. જ્ઞાન. ૧૦ જ્ઞાનીને નહીં કર્મ બંધ છે, કર્મ કરતાં અકર્મ, અજ્ઞાનીને અકર્મમાં કર્મ છે, આત્મામાં સત્ય શર્મજી. જ્ઞાન. ૧૧ મહાવીર પ્રભુમાંરે તન્મય જતાં, ક્ષણમાં કર્મ વિનાશજી; વિશુદ્ધપ્રેમેરે આત્મ પ્રભુ મળે, આનંદ પૂર્ણોલ્લાસજી. જ્ઞાન. ૧૨ અનંત તિરે આતમવીર છે. સહુમાં તેને પ્રકાશજી; શુદ્ધ ઉપગેરે મન નહીં કર્મ છે, પૂર્ણાનંદ વિલાસજી, જ્ઞાન. ૧૩ કર્મની ફસીરે મન ટળતાં ટળે, ધર એવો વિશ્વાસ; કર્મ અરિને રે હણએ આતમા, તું નહીં કર્મને દાસજી. જ્ઞાન. ૧૪ ઉદયે કર્મોરે આવે તાહરે, જ્ઞાની થા રણશુરજી; બુદ્ધિસાગર શરના હાથમાં, શક્તિા ભરપૂર છે. જ્ઞાન, ૧૫
For Private And Personal Use Only