________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
પ્રભુમય દેખતા સર્વે, જીને બ્રહાસત્તાથી; અહે એવા સકલપંડે, ખરા એ સંત ભકત છે. નિડર ન્યાયી ખરા ટેકી, ખરી સાદાઈમાં રહેતા; સરલ સ્વાતંત્ર્યતાધારક, ખરા એ સંત ભક્ત છે. ૭ હઠ ના સત્યથી પાછા, ગણે નહિ મૃત્યુભય ક્યારે મરે પણ સત્ય ના ચકે, ખરા એ સંત ભકત છે, ૮ કરે પરમાર્થ માટે સહુ, કદી ના મુંઝતા મહે શુભાશુભભાવથી ન્યાર, ખરા એ સંત ભક્ત છે. રહે મધ્યસ્થ મરજીવા, પ્રભુ સમ સંતને પૂજે; બન્યા જે સંતના પ્રેમી, ખરા એ સંત ભકતે છે. ૧૦ પ્રભુ જેના દિલે વસિયા, પ્રભુ કીધો પ્રકટ આતમ, બહિર અંતર પ્રભુમય જે, ખરા એ સંત ભક્ત છે. ૧૧ રહે છાના નહિ ભક્ત, મર્યા જે મહવૃત્તિથી
જીવંતા બ્રહ્મમયભાવે, ખરા એ સંત ભક્ત છે. બન્યા જે સંત ભકતે તે, પરીક્ષે સંત ભક્તને, થયા અલમસ્ત આનંદી, ખરા એ સંત ભક્ત છે. ૧૩ અભિપ્રાયે ન જે મુઝે, શુભાશુભ નહિ રહ્યું જગમાં; બુદ્ધયધિ સંત સાચા છે, પ્રભુ પ્રગટ્યા રગેરગમાં. ૧૪
પવિત્ર
(કવ્વાલી.) હદય તેનું પવિત્ર જ છે, પવિત્ર જ તે ખરેખર છે; પવિત્ર જ સંત સાધુઓ, જલે નહિ ન્હાય લ્હોયે તે. વદે જૂઠું કરે હિંસા, કરે જલ સ્નાન હૈયે શું? પડે ગંગાવિષે તે શું? ટળે નહીં પાણીથી પાપ.
૧
૨
For Private And Personal Use Only