________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
વેદાગમમાં ચાર વર્ણ છે, બાહ્યાાંતર નિર્ધાર; આત્માને પ્રકૃતિભેદે, સમજે નર ને નાર. આતમ ૧૦ નિશ્ચયને વ્યવહારે જાણે, જન્મથકી નહિ જાતિ; ગાડરિયા પ્રવાહે વર્તે, મળે નહિ સુખ શાત. આતમ ૧૧ લોક મળે ત્યાં લોકાચાર છે, સન્ત ત્યાં સન્તાચાર; આત્મજ્ઞાનમાં એકાકાર જ, જ્ઞાનથી સુખ અપાર. આતમ ૧૨ અનંત જ્ઞાનાદિગુણવર્ણ, આતમની છે જાણું, બુદ્ધિસાગર આત્મવર્ણમાં, અનંત આનંદ માન. આતમ ૧૩
असंख्यप्रदेश खंडरूपआत्मविश्व.
અમારું આતમવિશ્વ અખંડ, જેમાં અસંખ્ય પ્રદેશે ખંડ, જેમાં થાય કદિ નહિ બંડ, જેમાં ક્લેશ ન ભીતિ દંડ. આત્મવિશ્વના અસંખ્ય પ્રદેશ, ખંડો નહિ વિણસાય; પ્રતિપ્રદેશે જ્ઞાનાનન્દ છે, શાશ્વત પૂર્ણ સહાય. અમારૂં ૧ આત્મવિશ્વમાં કોલક જ, સહુ બ્રહ્માંડ સમાય; અસ્તિ નાસ્તિ સહુ ધર્મ અનંતા, ગુણપર્યવ ઉદ્યસાય. અમારું ૨ આત્મવિશ્વમાં જૈન ધર્મ છે, જેન ને જિન તે સર્વ સર્વનાથી આત્મવિશ્વને, જાણું તાં નહિ ગર્વ. અમારું ૩ આત્મવિશ્વમાં જન્મ મરણ નહિ, સર્વ કર્મ નહિ હોય; અનંત નૂરથી શોભે સારૂં, સ્વયં સ્વયંને જેય. અમારું ૪ અસંખ્ય પ્રદેશ ખંડ નિર્મળ, અનંત ગુણ આધાર; સત્ત્વ રજસ ને તમથી જૂદા, નહિ પુલ આકાર. અમારું ૫ આદારિક કાર્મણ ને તેજસ, વૈક્રિયદેહથી ભિન્ન આહારકથી ભિન્ન અરૂપી, સ્વયં સ્વયંમાં લીન. અમારું ૬. પરબ્રા મહાવીર પ્રભુજી, શુદ્ધાતમ મહારાજ; આત્મવિશ્વ તીર્થકર જિનવર, પરમેશ્વર સામ્રાજ્ય અમારું ૭
For Private And Personal Use Only