________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદય આવિયાં જે જે કર્મ, સમભાવે જોગવતાં ધર્મ, ઉદય કર્મ ભેગવતાં ભેગ, જ્ઞાનીને વર્તે છે વેગ. ર૪૫ રાજ્યાદિક પ્રવૃત્તિ કરાય, સેવાભકિત આદિ થાય; જ્ઞાનીને ત્યાં આતમ શુદ્ધિ, પ્રગટે કર્મ ખર્યાથી ઋદ્ધિ. ૨૪૬ અજ્ઞાનીએ જ્યાં બંધાય, ત્યાં જ્ઞાનીઓ બંધ ન પાય, સુખ દુઃખ માન અને અપમાન, ભેગવતાં ભક્તોને જ્ઞાન. ૨૪૭ જીવક!!! ન્યાયે રાજ્ય જે થાય, સ્વાધિકારે કર્મ કરાય. આતમને નહિ લાગે લેપ, આસક્તિથી કર્મને ચેપ. ૨૪૮ મુજ ભક્તોને દુઃખ પડંત, તેમ તેમ તે ઉદ્ઘ ચઢત; કર્મ ભેગવે લહે ન બંધ, કર્મબંધને પામે અંધ. ૨૪૯ ગૃહસ્થ ત્યાગી ભેદે ધર્મ બન્નેનાં જૂદાં ગુણ કર્મ સ્વાધિકારે વર્તે દોય, અને આતમ પામે સેય. ૨૫૦ ગૃહસ્થ ભકતોને ઘરબાર, ગુણ કર્મ કરવા અધિકાર. ભક્તિ સેવા કર્મને જ્ઞાન, પામે થાય પ્રભુ ગુણવાન. ૨૫૧ અપરાધીઓ સામા થાય, જેથી કરતા અન્યાય; તેઓ હામા જેને થાય, ત્યારે યુદ્ધ કરે જય પાય. ૨૫૨ ધમ્મ યુદ્ધમાં હાય ન દેષ, આતમ ગુણને થાવે પોષ, કર્મ નિર્જરા બહુતી થાય, વિશુદ્ધ આતમ સત્ય સહાય. ૨૫૩ ગૃહસ્થને છે એ ધર્મ, સ્વાધિકારે કરતે કર્મ દેશ કેમને સંઘ સમાજ, સ્વાર્પણથી રાખે સામ્રાજ્ય. ૨૫૪ દ્રવ્ય ભાવ શત્રુને જીત, આર્યોની રાખી શુભ રીત; શત્રુઓથી કદિ ન હાર, દયાથી સહુ જીવ ઉગાર. ૨૫૫ કર્મ કરંતાં આતમબુદ્ધિ, રાખતાં આતમની શુદ્ધિ જ્ઞાનાવરણાદિ સહુ કર્મ, નાસે આતમ પ્રગટે ધર્મ. ૨૫૬ અનંત જ્યોતિ પૂર્ણાનંદ, મુજને જાણે નાસે ફંદ ભાવ કર્મને ટાળી ભાવ, રહેતાં પ્રગટે આત્મસ્વભાવ, ૨૫૭ આનું જગમાં શુભ રાજ્ય, ન્યાયે સત્ય દયાથી પ્રાજ્ય આને તું છે શિરદાર, સમકિત આદિ ગુણ ધરનાર. ૨૫૮
For Private And Personal Use Only