________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
ભક્તો થાશે પૂર્ણ મહાન, તુજ કૃપાએ પામી જ્ઞાન; સર્વ વિશ્વમાં સ્થાપી તુજ, ભજશે તે પામે તુજ સુઝ. ૬૮૩ કલિયુગમાં વીર થાવા હેત, તુજ ભક્તિને છે સંકેત, વીર ભજતાં વીરો થાય, ભક્તો અનંત જીવન પાય. ૬૮૪ વીર પ્રભુ જ્યાં હારી દષ્ટિ, ત્યાં વ્યક્ત જ છે વ્યષ્ટિ સમષ્ટિ તુજમૂર્તિને સ્થાપે ઘેર, ભક્તિ કરતાં લીલા લ્હેર. ૩૮૫ ધન સત્તા ઈચ્છયું સહુ મળે, તવ સ્વરૂપે આતમ ભળે; ધન્ય ધન્ય જગમાં મહાવીર, અસંખ્યધીરને તું ધીર. ૬૮૬ તુજ યાને પ્રગટે જ સમાધિ, તેથી ઉપશમે સહુ આધિ, સદસત ધર્મો તુજમાં રહ્યા, વસ્તુત: અવિરેાધી રહ્યા. ૬૮૭ જાણ્યા કરતાં અનંત તુજ, પાર ન પામે મનડું મુજ સત્ય તીર્થને કરે પ્રકાશ, સહુને જગ ધો! તુજ આશ, ૬૮૮ વિશ્વોદ્ધારક તારી ગતિ, ત્યાં પહોંચે નહિ મારી મતિ; દુષ્ટ રીવાજોને કર નાશ, દુષ્ટ વિચારોને કર હાસ. ૬૮૯ અજ્ઞાને અંધુ જગ સર્વ, દેખતુ કર બને અગર્વ પાખંડેથી વિશ્વ બચાવ, જ્ઞાનકુલે ભાનુ તું સુહાવ. ૬૦ ક્ષાત્ર તેજથી અરિવિનાશ, સામ્યભાવને કર પ્રકાશ ઉંચા નીચા બેટા ભેદ, કુરૂઢિયે સર્વે છેદ. ૬૯૧ સર્વે હિંસા યજ્ઞ નિવાર, ઋષિના થાઓ આધાર; આર્યોને આપી દે જ્ઞાન, આર્યો છે જેને ગુણવાન. દર બ્રાહ્મણ સંઘને કર ઉદ્ધાર, જ્ઞાન અને ત્યાગે સુખકાર; સર્વ વિશ્વમાં શાંતિ પ્રચાર, વૈર ઝેર ઈષ્યને વાર; ૬૯૩ વિશ્વમાં દયા વધાર, સર્વ સત્યને કર વિસ્તાર; ચોરીને વ્યભિચાર નિવાર, પક્ષપાતનું બીજ જ બાળ. ૬૪ આધ્યાત્મિક બળનું દે દાન, આયે દેશમાં ભરી દે જ્ઞાન,
For Private And Personal Use Only