________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત કરવાનાં કેટલાંક કાવ્યો લખ્યાં હતાં અને તે પ્રસંગે તેની ઉપયોગિતા લખી હતી તે પણ અત્ર નીચે પ્રમાણે દાખલ કરવામાં આવે છે. બાહારાજ્યની ખટપટમાં અમે પડતા નથી. અમે અસહકારી નથી તેમજ સહકારી પણ નથી બાહ્યરાજ્યની ચળવળ ચાલે છે તેમાંના કોઈ પક્ષના અમે નથી, અમારું આત્મામાં સ્વરાજ્ય છે અને અમારે આત્મા તેજ સ્વદેશ છે અને તેની પ્રાપ્તિ માટે અમારું મનવાણી કાયાનું જીવન છે; તેમ છતાં બાહ્યસ્વરાજ્યમાં પ્રવર્તનારા રાજાઓને અને પ્રજાઓને ધર્મરાજ્યદષ્ટિએ ન્યાયનીતિને ઉપદેશ દેવા અધિકારી છે અને એ ઉપદેશ આપતાં અને બાહ્યતરથી રાજ્યકીય ચળવળથી ન્યારા રહેતાં પરમાત્મપદ પ્રાપ્તિમાં કઈ જાતનું વિઘ્ન આવતું નથી, તેથી મુનિયે, મુનિધર્મ પાળે અને ગૃહસ્થને ગૃહસ્થ ધર્મને ઉપદેશ આપે, એમ સર્વજ્ઞ મહાવીરદેવે પણ મુનિયાને જણાવ્યું છે તે ન્યાયથી અહીં રાજ્યપ્રજાને શિક્ષા કથું છુ. ચારે વર્ણના ગૃહસ્થ મનુબે કંઇ ત્યાગીઓના જેવી દશાવાળા હોતા નથી તેથી તેઓને બાહ્યરાજ્ય વ્યવસ્થાદિની જરૂર હોય છે, તેઓને બાહ્ય જીવન માટે રાજ્ય, પૃથ્વી, લક્ષમી, સત્તા અનાદિકની જરૂર પડે છે. બાહ્ય આ
જીવિકા વિના અને શાંતિ વિના ગૃહસ્થ એવારાજાએથી અને પ્રજાએથી ધર્મની આરાધના થઈ શકતી નથી તેથી તેઓને આદર્શ રાજા, રાજ્ય વગેરેની જરૂર પડે છે કે જે રાજા પ્રજા, વિશ્વમાં શાંતિ ન્યાય સ્થાપી શકે અને પ્રજાઓને બાહા જીવનથી જીવતાં તેઓનું રક્ષણ કરી શકે એવા ઉદ્દેશથી રાજા અને રાજ્યની વ્યવસ્થા ઉત્પત્તિ થઈ છે. રાજાને દ્રોહ ન કરે અને રાજ્યને દ્રહ ન કરે તેનું પણ કારણ એ છે કે રાજામાં અને પ્રજામાં શાંતિ વતે અને રાજ્ય વ્યવસ્થા સારી રીતે ચાલી શકે. પ્રાચીનકાલના ઋષિમુનિયેએ આદર્શ રાજ્ય પ્રજા અને રાજાનું સવ ધ વર્ણવ્યું છે. રાજાએ અને પ્રજાએ સદગુણોની પ્રાપ્તિ કરવી જોઈએ અને પરસ્પર ઉપગ્રહથી વતી જીવવું જોઈએ, સાત્વિક
For Private And Personal Use Only