________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
૩૫૧
હું મૂકી તું મૈને રહે, પતિમાં ગુણ સુન્દરતા લહે; આર્ય સ્ત્રીઓની શુભ મર્યાદ, કરે ન પાતની કંઈ ફરિયાદ. ૩૪૭ પતિની નિન્દા કરે ન કયાંય, વાળે મનને પતિની માંહ્ય પતિ સાથે સુખદુખે રહે, સંકટ અપમાનાદિ સહે. ૩૪૮ પત્નીનું ઘર દેવી બેશ. પતિની સાથે કરે ન કહેશ પતિને કરતી બહુ સત્કાર, પતિને છેતરતી નહિ નાર. ૩૪૯ આય પ્રમાણે વ્યયને કરે, સંતોષી રહી મુજને મરે, મન વાણી કાયાથી દુઃખ, આપે નહિ ટાળે છે ભૂખ. પરપુરૂષથી નહિ લલચાય, શીયલ મૂકે નહિ સુખદાય; ચામડીરગે મુઝે નહીં, મારી શિક્ષા માને સહી. કમે મળિયે જે ભરથાર, પત્ની તેમાં રાખે યોર; ધર્યકામથી પતિને રાગ, કરતી ધર્મ વધારે ત્ય ગ. ૩પર કામવેદને ઉપશમ કરે, આત્મરમણતામાં મન ધરે, ઠપકા મહેણું સહે, જૂઠું કડવું વેણ ન કહે. ૩૫૩ પતિની ચિંતા પરખી જાય, સમજાવે આપે બહુ સહાય; પતિને આત્મથી ધારે પ્રેમ, પતિ સુખ છે એગ ને ક્ષેમ. ૩૫૪ પતિની ગોપવે છુપી વાત, કરે ન પતિ વિશ્વાસને ઘાત; સાસુ સસરા આદિ માન, કરે ગુરૂ સાધુ ગુણગાન. ૩૫૫ જૂઠા આગ્રહ સે તજે, ગંભીર હૈ મુજને બહુ ભજે, સુખદુઃખમાં વિસરે નહીં મહને, સમતાભાવે શાસ્ત્રી ભણે, ૩પદ સત્યાસત્યને કરે વિવેક, છેડે નહિ જેનધર્મની ટેક; પ્રાણાતે પણ તજે ન ધર્મ, ઘરનાં સર્વે કરતી કર્મ. ૩૫૭ પાડોશીથી રાખે રાગ, કરતી પર નિંદાનો ત્યાગ; કેમલતા સુંદરતા યાર, ભક્તિને થાતી અવતાર. ૩૫૮ બાળકને પાળે શુભરીતિ, વિદ્યા શિક્ષા આપી નીતિ; પતિવ્રતા ધર્મે રળિયાત, કરતી સાચી મીઠી વાત. વૈદક જાણે ઔષધ કરે, ઘરમાં સારી વસ્તુ ભરે; ઘરની સ્થિતિ જાણે સર્વ, દુઃખે સુખ શોક ન ગર્વ. ૩૬
૩પ૯
For Private And Personal Use Only