________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
ભજનપદ્ય સંગ્રહ.
પ૭
૫૮
વેદ અનાદિકાલથી તીર્થકરોની વાણીએ, સહુ જાતની શિક્ષા ભર્યા આચારથી મન આણીએ, પ્રામાણ્ય સર્વોત્કૃષ્ટ છે નિરવદ્ય વાણી જય કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વતંત્ર સારા હૃદય છે વેદે ખરા મન આણીએ, દુખે ટળે પરતંત્રતા તે વેદ સાચા જાણીએ, વિન્નતિ શાંતિવિષે શુભ વેદ જ્યોતિ ઝળહળી,
એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે જે મરેલા વેદ તે તે મારતા જગજીવને, સમજણ પડે નહિ મૂર્ખને તેમજ વળી મહાકલિ બને જ્ઞાનેદધિ મૃતદને બાહિરૂ કાઢે (છળથી) ઉછળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિશ્વમાંહિ વેદના પર્યાય શબ્દ જે કહ્યા, ભાષા ગમે તે જાતની પણ જ્ઞાનને કહેતા રહ્યા, સમ્યગ થતા જ્યાં નિર્ણયે જાતા ન લોકે આથડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. માનવ ગમે તે જાતના અધ્યાત્મજ્ઞાની જે અહે, તે તે મનોહર વેદ છે સાપેક્ષટા મન લો, પૂર્વે અહો જે ભાસતું તે હાલ ભાસે છે. વળી, એવી અમારી વેદની છે મા ના નિશ્ચય ખરી. ઉપકારનાં સૂત્રે ભલાં તે શબ્દ વેદે શોભતાં, એ શબ્દવે વિશ્વમાંહી સર્વનું મન ભતાં, ઉપકારની સહુ વૃત્તિ છે વેદશ્રદ્ધા પરવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રામાણ્યવર્તન વેદ છે પ્રામાણ્યવર્તન દેવતા, પ્રામાણ્યવર્તન પ્રગટતાં દે ચરણને સેવતા, પ્રામાણ્યવાદી વેદ છે જાશે નહીં બાલી ફરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
પ૯
For Private And Personal Use Only