________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અમે,
ગુરૂવણ ૧૦
ગુરૂની સેવા ભક્તિ કરતાં, ગુરૂકૃપા ઝટ ફળ; કેટિભવાનાં કીધાં પાપ, ક્ષણમાં ઝટ સંહરે. ગુરૂ કરીને ગુરૂના તાબે, થઈ જે સેવા કરે, બુદ્ધિસાગર સિદ્ધિ પામે, અકળ કળાને કળે. સં. ૧૯૭૨ ફાગુન સુદિ ૭.
ગુરૂવણ ૧૧ વિજાપુર.
0 સેવા.
(અરે જીવ શીદને કલ્પના કરે એ રાગ). ગુરૂની સેવા કીધી ફળે, ઉદયની વેળા વેગે વળે, કરેલાં પાપો સર્વે ટળે ...
ગુરૂની. જ્ઞાન પ્રદાયક ગુરૂની સંગત, મોટા પુણ્ય મળે; ગુરૂ શરણથી કરમાં મુકિત, દુધમાં સાકર ભળે. ગુરૂની. ૧ ગુરૂ સંગત વણુ ક્ષણ નહિ રહીએ, મીન રહે જેમ જળે; ગુરૂ વિના અજ્ઞાન ટળે નહિ, ભાનુથકી હિમ ગળે. ગુરૂની. ૨ ભકતાધીન ગુરૂજી છે ગિરૂઆ, વિનય પ્રેમથી હળે; ક્ષણમાં નિજને રંગ ચઢાવે, ગુરૂને કેઈ ન કળે. ગુરૂની. ૩ ગુરૂભકિતથી વધતી શકિત, ગુવંશી: મહાબળે; ગુરૂની વાત ગુરૂજી જાણે, પાત્ર શિષ્ય સુખ રળે. ગુરૂની. ૪ એક તરફ યદિ દુનિયા સવે, એક તરફ ગુરૂ ખરે, ગુરૂને રાગી મહા સોભાગી, ગુજ્ઞાએ ફરે. ગુરૂની. ૫ મન મન્દિરમાં ગુરૂદેવ તે, કે જગતમાં છળે; ગુરૂ કૃપાથી પ્રભુજી પાસે, ઈછયું સહુ પરવડે. ગુરૂની. ૬ ગુરૂતેષથી દેવ રૂઠેલા, તુષ્ટ બની સુખ કરે; બુદ્ધિસાગર ગુરૂને સેવક, પગ પગ મંગલ વરે. ગુરૂની. ૭ સં. ૧૯૭૨ ફાલ્ગન સુદિ ૯
વિજાપુર.
For Private And Personal Use Only