________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
0019
-~
~
~
-
~
~~-
~-
~
એ કાછિ વચન વા . હું નિર્દોષ મીઠા હાસ્યમાં, આનન્દ નિર્ભયતા રહી, પ્રીતિ અભેદે ગહગહી, હાલાં હૃદયનાં બાળકે. ક્રીડા રસીલી નવનવી, સ્વાતંત્ર્યજીવનથી થતી; આનન્દરસનાં મસ્તીલાં, વહાલાં હદયનાં બાળકે. અદ્વૈતભાવે મન મળેલા, સાથે પ્રેમે બોલતાં; ઉંડા હૃદયને ખોલતાં, હાલા હૃદયનાં બાળકે. રાખો ન પરવા ઈન્દ્રની, મન માનતું જે તે કરે; મન માનતું જ્યાં ત્યાં ફરે, વહાલાં હૃદયનાં બાળકે. આ વિશ્વના દરબારમાં, નિર્દોષ જીવન ગાળતાં, પ્યારાં સકલને લાગતાં, હાલાં હૃદયનાં બાળકે. ચાંદે રવિ એ માગતાં, હઠને અરે ના ત્યાગતાં, ભંડાથકી ઝટ ભાગતાં, હાલાં હૃદયનાં બાળકે કુસ્તી કરે કલિકાલથી, મર્યાદે પાંચે વર્ષની ઉમર થતાં પ્રાય: ભલાં, હાલા હૃદયનાં બાળકે. વાહ નાચતાં ને કૂદતાં ને, દેડતાં ને ખેલતાં; કાલું મઝાનું બોલતાં, હાલાં હૃદયનાં બાળકે. કેઈક વસ્તુ આપતાં તે, પ્રાય: મુખમાં ચાવતાં, કાઢે બહિર ના ફાવતાં, હાલાં હૃદયનાં બાળકે. જપ ના વળે જરીયે અરે, કંઈ કંઈ અરે ગમતું કરે પ્રીતિ મઝાની મન ધરે, વ્હાલાં હદયનાં બાળકે. નિર્દોષ બેલી બેલીને, આકર્ષતાં મન સર્વનું બેલે જરા ના ગર્વનું, હાલાં હૃદયનાં બાળકે. ચાહો સદા ચાહનારને, મળતાં સદા મળનારને, મેંઘાં અહા નર નારને, વ્હાલાં હૃદયનાં બાળકે. માતા પિતા છો ભાવીનાં, આધાર છે જગ સૂત્રનાં, ભાવી ઉદયનાં તંત્ર છે, વ્હાલાં હૃદયનાં બાળકે.
૧૨
For Private And Personal Use Only