________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
પગલે પગલે દુર્જને, જ્યાં ત્યાં બહુ અથડાય કાંટાળાં વૃક્ષે પરે, જોતાં વિશ્વ જણાય. દુર્જન નહિ સજજન થત, કાક હંસ નહિ થાય; માનવ ગુણ પ્રગટ્યા વિના, મનુષ્ય ના કહેવાય. પાશવવૃત્તિ જ્યાં ઘણી, બેલે ઝેરી બોલ; માનવ દેહે છે પશુ, કરશો સજજન તેલ. માનવ સર્વે ફૂટડાં, રૂપાકૃતિએ હોય; પણ અન્તર્ ઉતર્યા વિના, નિશ્ચય કરે ન કેય. રજોગુણ માનવ અને, તમે ગુણી નહિ પાર; સત્વ ગુણ ઓછા ઘણા, અનુભવ એ નિર્ધાર. માનવ ગુણ પાયા વિના, સફલ નહીં અવતાર; સિદ્ધાન્ત પરખી કરે, માનવને આચાર. ભણે ગુણે માનવપણું, થા વા ના થાય; હૃદય ગુણો ખીલ્યા પછી, માનવ યોગ્ય ગણાય. માનવ દેખી ચિત્તમાં, ઉપજે હર્ષ અપાર; આત્મસમો તેને ગણે, તે માનવ નિર્ધાર. માનવના સ્વાતંત્ર્યને, હરી દાસ કરનાર; સદ્દગુણને ખપ નહિ જરા, તે નહીં માનવ ધાર. માનવ સેવા ના કરે, કરે ઘણું અપમાન રાક્ષસ સમ તે માનવી, દિલને બહુ નાદાન. માનવ જાતિ પ્રગતિમાં, લે નહિ કિંચિત્ ભાગ; બદલે વૈરને વૈરથી, મનુષ્ય કાળે નાગ. નિર્બલ મનને માનવી, સત્ય ત્યજે ક્ષણવાર; માનવમાં ન ગણાય છે, એવા નર ને નાર. વાતુલ પેઠે બોલતે, શરમ ન ધરત લેશ અવિનયી તુચ્છ વદે ઘણું, કરતો સહુથી કલેશ. ઉપાદેય આદેય ય, સમજે નહીં લગાર; ઉદાસમુખ રાખે સદા, શુદ્ધ ધરે નહીં માર.
For Private And Personal Use Only