________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ॐ प्रस्ताविक હાલાં વહાલાં સહુ કહે, વ્હાલું કઈક હોય, અવસર આવે પ્રાણદે, હાલપણું તે જોય. સગાં સબંધી સહ કહે, સગાં વિરલ જગ જાણ; તનધન સત્તા પ્રેમથી, પાથરતાં જે પ્રાણ. સગાં સંબંધી દે દગો, સગાં ન તે કહેવાય; સગપણ સાચું તે સહી, સ્વાર્પણ ઐક્ય સુહાય સગે દગો દઈ શની, સારે ગજ ગમાર; તેથી વન વગડે ભલો, પશુ સંગ સુખકાર. પ્યારી પ્યારી સહુ કહે, વિરલા જાણે વાર; સ્વાર્પણતા વણ પ્યારના, નિશ્ચય ચિત્ત વિચાર. ધર્મ ધર્મ જગ સહ કહે, દયા વિના નહીં ધર્મ, દયા વિના હિંસ કરી, બધે કર્મ. ધમ ધમ સહુ કહે, ધમી વિરલા દેખ; દયા સત્યને ત્યાગવણુ, મળે ન ધર્મની રેખ. આત્મસમા સહુને ગણે, ધમી સાચા જાણુ; વીતરાગતા સાંપડે, ધમી સત્ય વખાણ. સૂર શુર જગ સહુ કહે, વિરલા શૂર વિચાર; શક્તિ છતાં પણ સહનતા, રાગાદિક હરનાર. કામાદિક દેશે સહુ, જીતે તે મહાશૂર પ્રભુ સમે તે થઈ રહે, આનન્દરસ ભરપૂર. પિતે સુધર્યા વણ કદી, નહીં સુધારે થાય; કરે ભવાઈ ભાષણે, અસર ખરી ન જણાય. સુધારાના નામથી, થાય કુધારે જેહ; સત્ય સુધારે તે નહીં, સમજુ સમજે એહ. વળે ન બહુ બેલ્યાથકી, વળે ન વાચે ગ્રન્થઃ હદય ગુણો વણ પ્રગતિને, મળે ન સાચો પત્થ.
૧૩
For Private And Personal Use Only