________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પર
૫૫
પ૭
કમલ સમા મિત્રે ભલા, રહે નિલેપ સદાય; હંસને રાજી કરે, નિર્મલ સદા સુહાય. જલે દુગ્ધથી મિત્રતા, કરી બળે તે પહેલ એવા મિત્ર વિશ્વમાં. મળવા બહુ મુશ્કેલ. મિત્ર પ્રમાણિક જે મળે, તો સહુ નાસે દુઃખ; વાત વિસામે મિત્ર છે, તે વણ મળે ન સુખ. સુજન મિત્રના મેળથી, જીવન સફલતા હોય; જ્ઞાની મિત્ર મળ્યાથકી, નડે ન નિજને કેય સર્વ દિશાઓ સૂજતી, જ્ઞાની મિત્રથી માન; સરસ જીવન નવલું થતું, પ્રગટે દૈવિક તાન. જલ કમલની મિત્રતા, સજજન ચિત્ત સુહાય; જલનો સંગ ટળ્યા પછી, મીન ન જળ્યું જાય. કમલે રવિની પ્રીતડી, કરી ન છાની રહાય; રવિ ઉદયે ખીલે કમલ, કુદ્રત્ મૈત્રી ન્યાય. મૈત્રી કરીને પોયણું, ચન્દ્રથકી વિકસાય; કુદ્રત મૈત્રી ના ટળે, કરતાં કેડ ઉપાય. સફળી અધી જીદગી, મળતાં જ્ઞાની મિત્ર; દુર્ગુણ દેશે સહુ ટળે, થાવે જીવ પવિત્ર. ગાય વિનાનું વાછડું, માત વિનાનું બાળ; મિત્ર વિના મન જાણવું, મિત્રતણું ધર ખ્યાલ. મિત્ર વિરોધી જે બને, તે પાપી ચંડાલ; મિત્ર ધર્મથી ભ્રષ્ટ તે, પામે દુઃખ વિશાલ.. મિત્ર વિનાને માનવી, મનમાં બહુ ગુંચાય; સત્ય સુજે ના માર્ગમાં, જ્યાં ત્યાં બહુ ભટકાય. મિત્ર વિનાની અંદગી, વનના પુષ્પ સમાન; મિત્ર વિના જગ બળ નહીં, સમજે ભવ્ય સુજાણ. ૬૪ મિત્ર ગુણે પ્રકટાવતાં, મળતા મિત્ર હજાર;
For Private And Personal Use Only