________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४६
ભજનપદ્ય સંગ્રહ.
આપ બુદ્ધિ આગળ કરે, ગુરૂનું કરે ન માન; તેવા શ્રાવક પરભવે, પામે બહુ અપમાન. ગુરૂ દેખી ઉભા થઈ, કરે ન ગુરૂ સત્કાર; અવિનયી શ્રાવક તે ખરે, હણે ધર્મ નિર્ધાર. કરે ગુરૂ અપમાન કેઈ, વારે નહીં ધરી ધર્મ, છર્તી શક્તિ નહીં વાપરે, બધે તે મહા કર્મ. ગુરૂ પર આક્ષેપ કરે, કઈ કર્મ ચંડાલ; શ્રાવક એવારે નહીં, અભક્ત તેહ નિહાળ. ગુરૂ શ્રદ્ધા ભક્તિ વિના, શ્રાવક નગુરે જાણ; ધર્મ કમ ત શું ? કરે, કરે શું ? ચિત્ત પ્રમાણ ખટપટિયા કે શ્રાવકે, ખટપટ કરે હજાર, કપટે મુનિ લડાવતા, નારદ સમ અવધાર. આડુ અવળું ભેરવી, કપટ કળાથી વાત, કરી સાધુઓ પજવતા, કરી ધર્મની ઘાત. એવા શ્રાવક નામના, નિષ્ફળ કાઢે કાળ; ધર્મરત્ન હારી જતા, ધર્મ માર્ગમાં બાળ. રૂચિ નહિં મુનિવૃન્દપર, રામાપર બહુ રાગ; કદર સાધુની ના કરે, મનમાં કાળો કાગ. શ્રાવક એવા નામના, કૂળથકી કહેવાય; કરે ન ધર્મારાધના, મિથ્યાત્વી લેખાય. નિ ધર્મ વિચારને નિર્દો ધર્માચાર, નાસ્તિક શ્રાવક જાણવા, બાંધે કર્મ અપાર. કરે સંઘની હેલના, ધરે સંઘપર ખાર; ધર્મ સંઘ માને નહીં, દુર્ભવી શ્રાવક ધાર. નાત જાત વ્યવહારથી, સાધે ધર્માચાર, અતરૂમાં શ્રદ્ધા નહીં, કૃત્રિમ શ્રાવકધાર. ધન દારાદિક સ્વાર્થથી, કરે ધર્મ પરિહાર; શ્રાવક વિષયાનન્દી તે, ઉતરે નહિ ભવપાર.
For Private And Personal Use Only