________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૦
ભજનપદ્ય સંગ્રહ.
વિધે ના થતી શાન્તિ, વિરેાધે બહુ થતી બ્રાન્તિ; ઘટે છે દેહની કાન્તિ, વિરોધો સહ શમાવી દે. ૧૧ કષાયે સર્વ હરવાને, ભવધિ સુ તરવાને; નિજાત્મા શુદ્ધ કરવાને, વિરોધ સહુ શમાવી દે. ૧૨ વિરેાધક ભાવ વણ આત્મા, પરાત્મા છે સ્વયં પિડે;
બુદ્ધ બ્ધિ પૂર્ણ પ્રાસ્યર્થ, વિરે સહુ શમાવી દે. ૧૩ સંવત ૧૯૭૧ ના શ્રાવણ વદિ.
निवृत्तिदेवी નિવ્રુત્તિ ધન્ય ધન્ય, જગતમાં નિવૃત્તિ ધન્ય ધન્ય સેવે જન કૃતપુણ્ય, જગતમાં.......................નિવૃત્તિ. તુજ ખેળામાં જે રહ્યા રે, તેને નહીં ભવ દુઃખ; નિર્ભયી થઈ ખેલ્યા કરે રે, પામી અનતાં સુખ. જગતમાં. ૧ રોગી યતિ સન્યાસીઓ રે, ઉદાસીને ફકીર; તવ સેવા પ્રેમ કરે રે, અન્તરમાં ધરી ધીર. જગતમાં. ૨ સાત્વિક ગુણ આહારથી રે, પોષે જે નિજ દેહ સાત્વિક વૃત્તિ ધારીને રે, સેવે તવ સન્ત એહ. જગતમાં. ૩ તવ ઝાંખી જે જન લહે રે, શાન્ત થઈ તે જાય; પડે નહીં તે પ્રવૃત્તિમાં રે, મનમાંન અન્ય સુહાય. જગતમાં. ૪ પ્રભુથી લય લાગ્યા પછી રે, પ્રાપ્તવ્ય અન્ય ન કેય; એવી દશામાં ઝીલાવતી રે, અનુભવ એ જોય. જગમાં. ૫ તવરંગે જે રાચીયારે, મરજીવા તે થાય; દુનિયા ન પહોંચે ત્યાં જઈ રે, ખેલે સદા નિર્માય. જગતમાં. ૬ તવ દર્શન સંગતિથકી રે, ઈશ્વર હજુરાહજુર; જન સ્વયં પ્રભુ થઈ જતો રે, પામે આનન્દ પૂર. જગમાં. ૭ દુનિયા ભટકે બાવરી રે, તવદર્શન વણ ફેક; કરી માથાકૂટ જક્ત રે, અને પાડે પિક. જગતમાં. ૮
For Private And Personal Use Only