________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
૩૩
૩૪
૩૫
319
ભાગ આઠમે. નિહાળી ખાખ સમ જગને, બને ખાખી તને યારી. નથી આ વિશ્વમાં શાન્તિ, જગત ટુંકી જુવે સઘળું; જુવે પછી સ્મશાનને, જણા ઉત્તરે શું! તે. ચઢેલાઓ અભિમાને, ઉઘાડી આંખ દેખેને, તમારી સાથે શું? આવે, જગત્ છે ખાખની બાજી. છતી આંખે જુવે ના કાંઈ, પછીથી ખૂબ પસ્તાશે; ગયા પાછા નહીં આવે, કરી લે ધર્મની કરણી. અહા સધ્યા સમા ઠાઠે, અરે વિજળી સમી લક્ષમી; જતી ના કેઈની સાથે, કર્યું હાથે થતું સાથે. જગતની કારમી બાજી, ઠગે છે સર્વ જીવોને, તથાપિ જે ન ચેતે તે, ભમે છે જન્મ મરણે તે.
મશાનમાં મડાં દેખી, અરે વૈરાગ્ય ના આવે, તદા મૂઢત્વ છે ઝાઝું, અહીં એ સખ્ત સમજાવે. રૂપાન્તર દેહનું થાતું, સ્મશાને દેખ ધારીને અવસ્થા એક ના રહેતી, હૃદયમાં જે વિચારીને, અહંમમતાતણ વૃત્તિ, અરે સંસાર છે એ તે; અહંમમતા ત્યજી , ખરા વૈરાગ્યથી ચેતે. સગાંઓ સર્વ રેઈને, પછીથી શાન્ત થઈ જાતાં; જતે જીવ એકલો પરભવ, સગાં સાથે નહીં થાતાં. કર્યા કર્મો જતાં સાથે, કમાણુ અન્ય જન ખાતે, નહીં જે ચેત માનવ, પછીથી ખૂબ પસ્તાતે. જુવો જાગી હૃદયમાંહિ, પરમ શાન્તિ પરખવાને, કરી ત્યે સન્તની સંગત, અલખ જ્યોતિ નિરખવાને. સદા પરમાત્મભક્તિમાં, રહે રાજી અને સર્વે ત્યજી પાપ નહી માફી, કદાપિ ના રહે ગર્વે. અવસ્થા સર્વેની જેવી, થશે તેવી નથી શંકા; ત્યજી વૈરાગ્યનાં શસ્ત્રો, બની મ્હાવીર સમ બંકા ૧૬૮
૪૨
For Private And Personal Use Only