________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ. .
૧૦
રૂચે તે તે સકલ કરતાં ના રૂચે તે.નિવારે; હારે જીતે નહિ નહિ કશું ચિત્તમાં તેહ ધારે. નિર્દોષી સ રમત રમતાં પુષ્ટિ ધારે મઝાની, માબાપોથી નહિ કદિ કશી વાત રાખે ન છાની; ચિન્તા કેની નહિ નહિ જરા વિશ્વના ખેદ ટાળે,
મારાં બાળ રમતગમતે પ્રેમથી પૂર્ણ હાલે. યોગી જેવું હૃદય ધરતાં પ્રેમિડાં બાલુડાંઓ, ખાવું પીવું અભિનવ અહો દેખવું ઈછતાં એ; જે જે દ નયન નિરખે તેહને તે તપાસે, રૂના તે ઝટ પરિહરી અન્યમાં ચિત્ત વાસે હાસ્યમાં તે અચરિજ ધરે સ્નેહના સાગરને, દેખી ઝીલી ચતુર સુજને દુ:ખ તાપ શમાવે; નાગાં પૂગાં ચળવળ કરી સર્વનું ચિત્ત ખેંચે, બેસી રહેવું કદિ નહિ ચહે કામ કરતાં જણાતાં મૂ છે ખેંચે નૃપતિવરની પાટુઓને લગાવે, હૈયે બાળ નૃપતિ વરને ચિત્તમાં ખૂબ ભાવે; ઘેલી મધ્યે રમત કરતાં લોટતાં મસ્ત જૈને, ઝાલી હસ્તે અહિયર અહે પુચ્છને ચૂબતાં એ. નાગો સાથે રમત રમતાં ભીતિ શું ? તે ન જાણે, પ્રેમે યેગી સમ મન બની નિર્ભયાનન્દ માણે; માબાપના હદય ઘરમાં શોક રહેવા ન દેતાં, આનન્દાથે જનક જનની બાલુડાને રમાડે. બાળો દેખી ખુશ સહુ થતા નાખુશી કે ન થાવે, હાહા હે ઘર બહુ કરે જંપતાં ના જરાયે; થાકે ત્યારે ઝટ દઈ અરે ઉંઘતા માત ખાળે, ગાવી માતા મધુર વચને પારણામાં સુવાડે. ઉંઘે મીઠું શ્રમ સહુ હરી જાગતા બાળ રાજા, માની પાસે પ્રભુ દિન બની ધાવીને હેય તાજા;
૧૨
૭૫
For Private And Personal Use Only