________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપર
ભજનપદ્ય સંગ્રહ.
માયા
૪
;િ મહા ધૂતારા માથા. .. માયા મહા ધૂતારી નારી,
કરતી સર્વ વિશ્વ ખુવારી. માયાબ્રહ્માને મુંઝાવ્યા ભારી, દોડયા બની વિકારી; સરસ્વતીની પાસે વેગે, વિચિત્ર કામણગારી. માયા. ૧ મુંઝાયા વિષ્ણુ લક્ષમીથી, સાત્વિક ગુણ અવતારી; મહાદેવ ભિલડીથી મુંઝયા, લાજ રહી નહીં ધારી. માયા૨ અષ્ટસિદ્ધિના ધારક યેગી, વિણસે કામ વિચારી; તપસી લપસી જાતા ક્ષણમાં, ક્રોધાદિક સંસ્કારી. માયા૩ ભણ્યા ગણ્યામાં ભૂલ કરાવે, તપને તાલ બગાડે, જ્ઞાનીને ક્ષણમાં ગબડાવે,ગી પાય લગાડે. શાબ્દિક તાકિક પંડિત મેટા, સતી જતી લગોટા નાચ નચાવે વિશ્વ લગાવે, સૌથી કરતી છટા. માયા પ નગ્ન તપસ્વી બાવાઓને, શબ્દરૂપ ભરમાવે; ષડ્રદર્શનના પ્રવર્તકમાં, તાણુતાણી કરાવે. માયા. ૬ અવધૂત અથડાણા કેઈક, કલાવંત કૂટાણા; મહાજન રાજન સાજન મેટા, ભ્રમણાથી ભટકાણું. માયા. ૭ માયાના સામા જે પડતા, માયા વશ તે થાવે; અકળકળા માયા દેવીની, સમજ્યામાં ના આવે. માયા- ૮ સવજીમાં માયા વ્યાપી, માયાની મહાલીલા; માયાને પૂજે સહુ દુનિયા, બને સિદ્ધજન ઢીલા. માયા. ૯ માયા જ્ય કરે મહા દુર્લભ, જ્ઞાની મનમાં જાણે, કથની કરતાં કાંઈ વળે નહિ, રહેણું કેઈક આણે. માયા. ૧૦ માયાને જીતે તે યોગી, મળતી તેને સિદ્ધિ બુદ્ધિસાગર અનુભવયેગે, પરમાનન્દ પદ ત્રાદ્ધિ. માયા. ૧૧
For Private And Personal Use Only