________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
૩
તેમજ છતાં તું ભય ધરે ત્યાં જેર મારૂં છે નહીં, સેવા બજાવું માહારી એ જાણજે નિશ્ચય સહી. તુજને થયે સંતાપરે, કાંઈ મારી ચેષ્ટાથકી, નિન્દુ અને ગહું અહે એ ભાવથી દિલમાં વકી; આ વાતને સાક્ષી પ્રભુ વા ચિત્ત મ્હારૂં જાણવું, મારાવિષે સમજ્યા વિના ઓછું જરા ના આણવું. પરિણામ જેવું ફળ થતું ઉપયોગમાં એવું સદા, સમજી હૃદય મહારૂં અરે તું ભીતિ ના ધરજે કદા; કરૂણા હૃદયને તાર છે એ તાર તવ મન જાણશે, બુદ્ધચબ્ધિ સાચા ભાવથી મેળો હૃદયને માણશે.
૩ રાત રે.
૯
देशसेवा प्रेम.
મંદાક્રાન્તા, જેના ચિત્તે પ્રતિદિન વસી, દેશ સેવા મઝાની, જેના ચિત્તે પ્રતિદિન વસી, દેશ ભક્તિ મઝાની, જીવ્યે તે આ અવનીતલમાં, શેષ ના જીવનારા, જાણી માની હદય ઘટમાં, દેશની દાઝ રાખે. આપ્યા ભેગો તનમનતણ, વિતને ખૂબ ખર્યું, તેનું જીવ્યું સફળ જગમાં, દેશ પ્રેમી ગણાત; સેવા સેવા પ્રતિદિન કરે, કાર્ય ચેગી બનીને, કાર્યો તેમાં સફળ જગમાં, દેશને લાભકારી. માતા પેઠે નિશદિન ગણે, માતૃભૂ પ્રીત સારી, માતૃ ભાષા પર બહુ ધરે, શુદ્ધ પ્રીતિ વિચારી; એવા લેકે શુભ ગુણધરા, સર્વનું માન પામે, સ્વાતંત્ર્ય એ પ્રતિદિન વધી, કીર્તિમાં પૂર્ણ જામે.
For Private And Personal Use Only