________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦
ભજનપદ્ય સંગ્રહ.
જ અમારા તે વિરા મો. . અમારા સદ્વિચારોને, ગણે જે પ્રાણથી પ્યારા, પ્રવતે ધર્મદષ્ટિથી, અમારા તે ખરા ભકત. ગણું આજ્ઞા પ્રભુ જેવી, બજાવે ફર્જ પિતાની; કરે કર્તવ્ય કાર્યોને, અમારા તે ખરા ભક્ત. ખરી શ્રદ્ધા ખરી ભક્તિ, ધરી સંસારમાં વતે રહે મમ પાસમાં મનડું, અમારા તે ખરા ભક્ત. કરે કાર્યો અહંવૃત્તિ, ત્યજીને કર્મ પ્રારબ્ધ, રહે નિર્લેપ અંતર્થી, અમારા તે ખરા ભક્ત. ગમે તેવી અવસ્થામાં, ધરી સંતોષ હૈયામાં પ્રવૃત્તિ માર્ગમાં વતે, અમારા તે ખરા ભક્ત. ૫ શુભાશુભ કર્મ વેદતાં, ધરે ના હર્ષ દિલ્મીરી; કર્યું સ્વાર્પણ અમોને સહ, અમારા તે ખરા ભકત. દ જગના દ્રશ્ય ભાવની, શુભાશુભ માન્યતા ત્યાગી; બજાવે બાહ્યની ફજે, અમારા તે ખરા ભક્ત. ૭ ધરે ના મૃત્યુની પરવા, કરી આજ્ઞા બજાવવામાં ગણે જે ધર્મ આજ્ઞામાં, અમારા તે ખરા ભક્ત. ૮ પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં, વિવેકે સ્વાધિકાર જે; કરે છે કૃત્ય કરવાનું, અમારા તે ખરા ભક્ત. ૯ અહંક્તા અહંકર્તા, ત્યજી ઇત્યાદિ વૃત્તિ, બને નિ:સંગ અન્તર્થી, અમારા તે ખરા ભક્ત. અમારાં ધર્મ વ્યાખ્યાને, વિચારે બહુ અપેક્ષાએ: કરે કર્તવ્યમાં સ્થિરતા, અમારા તે ખરા ભક્ત. ૧૧ કરીને કપના વ્યાપક, ગણે વ્યાપક સકળ જગમાં, કરે સહુ સાક્ષીવત્ થઈને, અમારા તે ખરા ભક્ત. ૧૨ બને ધર્માન્ડ ના મેહે, ગણે નિજ આત્મવત્ સહુને, ધરે મુજમાં નહીં સંશય, અમારે તે ખરા ભક્ત. ૧૩
For Private And Personal Use Only