________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૨
નભે છે સર્વનું કમેં, ઝહી લે વીરની દીક્ષા. કરોડ જીવની હારે, ચઢી જા ધર્મ દીક્ષાથી બુદ્ધચબ્ધિ ધર્મની સેવા, કદી લે આત્મના ભેગે.
, स्वगत अध्यात्मनी स्फुरणा » આત્મામાં પરમાત્મતા, સત્તા એ છે ભવ્ય. વ્યકિતભાવે સિદ્ધતા, વ્યકિતભાવ કર્તવ્ય. ભેદ ભાવને પરિહરી, કર આત્મપ્રકાશ; અન્તસ્માંહિ વેદ, જ્ઞાનાનન્દ વિલાસ. આત્માના કર્તવ્યમાં, કર્તવ્ય અવશેષ; સર્વ સમાઈ જાય છે, વીર પ્રભુ આદેશ. જ્ઞાનાદિક જે શક્તિ, તેને આવિર્ભાવ, ઉપશમ આદિ ભાવથી, અનુભવ સિદ્ધ સ્વભાવ, જ્ઞાનાદિક પ્રાકટયમાં, સર્વે ધર્મ સમાય;
દયિક ભાવે ધર્મ નહિ, ભાખેશ્રી જિનરાય. સમ્યક દર્શન જ્ઞાનને, ચરણ ધર્મ છે સત્ય; સાધ્ય લક્ષ્ય સાધનથકી, ઉપગે એ કૃત્ય. સર્વ જીવોમાં દેખીએ, તન્મયભાવે બેશ; બુદ્ધિસાગર ધ્યાનમાં, સહજાનન્દ હમેશ.
में पिंडगत ब्रह्मांड भावना को સર્વ દેવને દેવીઓ, આત્મામાંહિ સમાય; એવું જેણે અનુભવ્યું, તે નિજ ધ્રુવતા પાય. ચઉદ રાજના ભાવને, અનંત જેહ અલક આત્મામાંહી અનુભવે, એ જ્ઞાની કેક.
For Private And Personal Use Only