________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ભજનપદ્ય સંગ્રહ,
લ૦.
૯૪
ભાવના એવી ભાવતાં પ્રગટે કેવળ સાર. કાયા કાચા કુંભ સમ, અશુચિને ભંડાર; દેહ રૂપ છે કારમું, વિણસંત ના વાર. દેહ અનન્તા તે ધર્યા, ચાર ગતિની મઝાર; કઈ થયું ના તાહરૂં, કાય અશુચિ વિચાર. મન વાણી કાયાથકી, આસવ તત્વ ગ્રહાય; વિવેક હેને મન ધરી, સંવર ધર મન ભાય. કર્મ નિર્જરે જે થકી, તે નિર્ભર છે તત્ત્વ; આત્માથી તેને વરે, જ્ઞાની ચાની સત્વ. લેક સ્વભાવ વિચારણા, બાધિ દુર્લભ જાણ; ધર્મ પ્રરૂપક જીનવરા, પ્રેમે મનમાં આણુ. બાર ભાવના ભાવતાં, અનંત કર્મ વિનાશ; કમહિને મેરસમ, ચિદાનન્દ ગુણ વાસ. શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં, બાર ભાવના સત્ય; શુદ્ધ ધર્મ ઉપયોગમાં, પરમ ભાવના કૃત્ય. ભાવે ભાવના આત્મની, નાસે મિથ્યા ભાવ; ખીલે સદ્દગુણ આત્મના, સિદ્ધ બુદ્ધતા દાવ. કયાં ભટકે પરભાવમાં, કરી વિકલ્પ પ્રચાર; સર્વ વિકલ્પો ત્યાગતાં, મુક્ત થઈશ નિર્ધાર.
જ્યાં સંકલ્પ વિકલ્પ ના, ત્યાં છે શાન્તિ પ્રકાશ એહ રૂપ છે તાદ્યરૂં, જ્ઞાનાનન્દ વિલાસ. નિર્વિકલ્પપગમાં, સહજાનન્દની લહેર સાધનન્ત ભંગે ખરે, પ્રગટે આતમ ઘેર. ચિદાનંદમય આતમા, સર્વ શક્તિનું ધામ; મનન સ્મરણ તેનું કરી, શિવપદ સહેજે પામ. આત્મભાવ આનન્દ ઘર, આત્મભાવ છે સાધ્ય નિરાકાર નિર્મલ સદા, જેહ સદાય અબાધ્ય.
૯૭
૯૮
૧૦૦
૧
૧૦૩
For Private And Personal Use Only